છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની છેડતીઃ 4 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર, પરિવારમાં આક્રોશ
Chotaudepur Crime News: છોટાઉદેપુરમાંથી ગઈકાલે સામે આવેલા બનાવે ગુજરાતમાં દીકરીઓની સલામતી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ બનાવની રાજ્યભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે.…
ADVERTISEMENT
Chotaudepur Crime News: છોટાઉદેપુરમાંથી ગઈકાલે સામે આવેલા બનાવે ગુજરાતમાં દીકરીઓની સલામતી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ બનાવની રાજ્યભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. જોકે, વિદ્યાર્થિઓની છેડતી કેસમાં હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આ બનાવને 48 કલાક કરતા પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં 4 આરોપીઓ હજુ સુધી ન ઝડપાતા વિદ્યાર્થિઓના પરિવારજનો લાલઘુમ થઈ ગયા છે. પરિવારજનો પોલીસને સવાલો પૂછી રહ્યા છે કે આ નરાધમોની સામે કાર્યવાહી ક્યારે કરાશે?
6 આરોપીઓમાંથી 2ની પોલીસે કરી ધરપકડ
છોટાઉદેપુરમાં વિદ્યાર્થિઓની પીકઅપ વાનમાં છેડતી મામલે 6 આરોપીમાંથી પોલીસે પીકઅપ ચાલક સહિત 2 આરોપીઓની ધરપકડ છે. આ સાથે 4 ઈસમો હજુ પણ ફરાર છે. જેઓની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
શું બન્યો હતો બનાવ?
છોટાઉદેપુર જિલ્લાના કોસીંદ્રામાં આવેલા કુંડીયા ગામની 6 વિદ્યાર્થિનીઓ શ્રી ટી.વી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. શાળામાંથી છૂટ્યા બાદ તેઓ ખાનગી પીકઅપ વાનમાં ઘરે આવવા માટે નીકળી હતી. આ દરમિયાન પીકઅપ વાનમાં બેઠેલા ઈસમોએ આ વિદ્યાર્થિનીઓની છેડતી શરૂ કરી દીધી હતી. જેથી ગભરાઈને વિદ્યાર્થિનીઓ પીકઅપ વાનમાંથી કૂદી પડી હતી. જેથી વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેઓને નસવાડી CHCમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યારે અન્ય બે વિદ્યાર્થિઓને વડોદરા રીફર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
માતા-પિતામાં ભભૂકી ઉઠ્યો હતો રોષ
તો બીજી તરફ વિદ્યાર્થિનીઓના કૂદ્યા બાદ પીકઅપ વાન પણ પલ્ટી મારી ગઈ હતી. પોલીસે ચાલક અશ્વિન ભીલની અટકાયત કરી હતી. તે ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે સંખેડા લઈ જવાયો છે. તો તેના સાથીદારો ફરાર થઈ ગયા હતા. વિદ્યાર્થિનીઓ સાથે છેડતીનો બનાવ સામે આવતા માતા-પિતામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જે બાદ તેઓએ આ ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓની વિગત
1. અશ્વિનભાઈ હસમુખભાઈ ભીલ (રહે.સિંધીકુવા, તા.નસવાડી)
2. અર્જુનભાઈ જાફરભાઈ ભીલ (રહે.વાસણા, તા.સંખેડા)
3. પરેશ કિરણભાઈ ભીલ (રહે. વેલાડી, તા.નસવાડી)
4. સુરેશ કાળુ ભીલ (રહે. ઝેર, તા. નસવાડી)
5. સુનિલ કોયજી ભીલ (રહે. હમીરપુર, તા.નસવાડી)
6. શૈલેષ રમેશ ભીલ (રહે. કલારણી, તા.નસવાડી)
ADVERTISEMENT
(ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, છોટા ઉદેપુર)
ADVERTISEMENT
ADVERTISEMENT