કોણ છે ગોપાલ ઇટાલિયા જેણે AAP ને સફળતા અપાવી ભાજપના 27 વર્ષના શાસનને એકલા હાથે પડકાર્યું
અમદાવાદ : ગુજરાતના રાજકારણમાં અરવિંદ કેજરીવાલની લોભામણા ચૂંટણી વચનો વચ્ચે તેઓ ગુજરાતમાં રાજનીતિક જમીન શોધી રહ્યા છે. ભાજપનો વિકલ્પ હોવાનો દાવો કરી રહ્યા છે. ગુજરાત…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતના રાજકારણમાં અરવિંદ કેજરીવાલની લોભામણા ચૂંટણી વચનો વચ્ચે તેઓ ગુજરાતમાં રાજનીતિક જમીન શોધી રહ્યા છે. ભાજપનો વિકલ્પ હોવાનો દાવો કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના રાજકીય ગરમી વચ્ચે કેજરીવાલના એક પછી એક મુલાકાતોના કારણે રાજનીતિક વાતાવરણ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. બીજી તરફ ભાજપ, આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયોજક ગોપાલ ઇટાલિયાના જુના વચનો વાળા વીડિયો બહાર પાડીને કેજરીવાલને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીનો મામલો હજી શાંત નથી થયો ત્યાં ધર્મસંકટમાં ફસાયા
વડાપ્રધાન મોદીને માટે ખુબ જ અણછાજતા શબ્દો કહેવાનો મામલો હજી શાંત પણ નહોતો થયો ત્યાં ગોપાલ ઇટાલિયાનો વધારે એક જુનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ મહિલાઓને મંદિર અને કથાઓમાં ન જવા માટેની સલાહ આપતા જોવા મળે છે. આ વિવાદિત નિવેદન અંગે ભાજપ આક્રમક છે તો ઇટાલિયા કહે છે કે ગુજરાતમાં AAP જે પ્રકારે આગળ વધી રહ્યું છે તે જોઇને ભાજપ હાંફળુફાંફળુ થઇ ગયું છે. જો કે આપની આક્રમકતામાં ગોપાલ ઇટાલિયાનો પણ ખુબ જ મહત્વનો ફાળો છે તેવામાં કોણ છે ગોપાલ ઇટાલિયા?
પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરાઓ પૈકી એક
ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ રહી ચુકેલ ગોપાલ ઇટાલિયા પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરાઓ પૈકીનો એક છે. વર્ષ 2015 હાર્દિક પટેલની સાથે મળીને ગુજરાતમાં પાટીદાર અનાતમ માટે આંદોલન ઉભુ કર્યું અને ત્યાર બાદ રાજકારણમાં ડગ માંડ્યું. વર્ષ 2020 માં આમ આદમી પાર્ટીની સાથે ગોપાલ ઇટાલિયાએ પોતાની રાજકીય સફર શરૂ કરી અને ઝડપથી AAP ના ગુજરાત ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટી જોઇન કર્યાના થોડા મહિનાઓ બાદ જ કેજરીવાલે ગોપાલ ઇટાલિયાને પ્રદેશ સંયોજકન બનાવીને ગુજરાતમાં પાર્ટીની કમાન સોંપી હતી.
ADVERTISEMENT
બોટાદમાં થયો ઇટાલિયાનો જન્મ
ઇટાલિયાનો જન્મ 21 જુલાઇ, 1989 ના રોજ ગુજરાતના બોટાદમાં થયો છે. તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ ભાવનગર જિલ્લામાંથી કર્યો હતો. ત્યાર બાદ ઇટાલિયા રાજનીતિ વિજ્ઞાનમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક કર્યું અને ગુજરાત પોલીસમાં ભર્તી થઇ ગયા છે. વર્ષ 2013 માં ગોપાલ ઇટાલિયા અમદાવાદના મધુપુરા પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલ તરીકે કામ કર્યું અને 2014 માં અમદાવાદમાં કલેક્ટરેટમાં મહેસુલી ક્લાર્ક તરીકે કામ કર્યું.
સરકારી નોકરી પણ કરી ચુક્યા છે ઇટાલિયા
સરકારી નોકરી કરતા સમયે ગોપાલ ઇટાલિયા સામાજિક અને રાજનીતિક કાર્યોમાં રસ લેતા હતા. તેવામાં સરકારી નોકરીમાંથી હાંકી કઢાયા બાદ તે બેરોજગાર યુવાનો માટે રોજગારનો મુદ્દો ઉઠાવવાનો શરૂ કર્યો. શરૂઆતી તબક્કામાં ઇટાલિયાએ બોટાદ જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન સમિતી સાથે જોડાયા અને પટેલ સમુદાય માટે અનામતની માંગ ઉઠાવી. ત્યાર બાદ પાટીદાર અનામત આંદોલન સમિતીએ હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલનના મુદ્દે આંદોલન ઉભુ કર્યું તો ગોપાલ ઇટાલિયા તેની સાથે ખભે ખભો મિલાવીને આગળ વધ્યા.
ADVERTISEMENT
પાટીદાર આંદોલન બેઠુ કરનારા નેતાઓ પૈકી એક
હાર્દિક પટેલ સાથે ગુજરાતના દરેકે દરેક ખુણે ફરીને પાટીદાર અનામત આંદોલન ઉભુ કર્યું. ઇટાલિયા આક્રમક રીતે ભાષણ કરવું તેની ખાસીયત હતી. આનંદીબેન સરકારમાં પાટીદાર અનામતની માંગ ઉઠાવનારા યુવાનો પૈકીના એક ઇટાલિયા પણ હતા. 2017 માં ઇટાલિયા લોકરક્ષક દળ (ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ) હતા. તેવામાં તેણે દારૂના કડક પ્રતિબંધ મુદ્દે ઉપમુખ્યમંત્રી રહી ચુકેલા નીતિન પટેલને ફોન કર્યો હતો. જેની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી.
ADVERTISEMENT
માત્ર એક ફોન અને ગુજરાતની ભાજપ સરકારની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતા
ગોપાલ ઇટાલિયાની નીતિન પટેલ સાથે એક મિનિટની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ગુજરાત સરકારની આબરૂના ધજાગરા ઉડ્યા હતા. જેના કારણે ઇટાલિયાએ પોલીસ કોન્સ્ટેબલ બનીને આરોપ લગાવ્યો હતો કે, નવા કાયદામાં દારૂની કિંમતમાં વધારો થયો અને પોલીસ, રાજનેતાઓ, બુટલેગર્સ વચ્ચે ગઠબંધનને મજબુત કર્યું છે. જો કે ત્યાર બાદ તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 120 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગૃહરાજ્યમંત્રીને છુટુ જુતુ માર્યું અને ફરીએકવાર ચર્ચામાં આવ્યા
વર્ષ 2017 માં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ઇટાલિયાએ જુતુ ફેંક્યું હતું. જેના કારણે ઇટાલિયાને સેવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતા. ઇટાલિયા તે સમય સુધી પાટીદાર સમુદાયના નેતા બની ચુક્યા હતા. ત્યાર બાદ 2018 માં પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા તરીકે ગુજરાતમાં નામના મેળવી અને ત્યાર બાદ રાજનીતિમાં આવવાનો નિર્ણય લીધો અને 2020 માં આમ આદમી પાર્ટીમાં પગ મુક્યો અને પાટીદાર સમુદાયના યુવાનોને જોડ્યા હતા.
આમ આદમી પાર્ટીએ ખુબ જ મોટી સફળતા અપાવી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ ગોપાલ ઇટાલિયાએ પાર્ટીના રાજકીય જનાધારને મજબુત કર્યો હતો. વર્ષ 2021 માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના 6 નગર નિગમો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર માટે ચૂંટણી લડી હતી. સુરત અને રાજકોટમાં મોટી સફળતા મળી હતી. છ કોર્પોરેશનમાં 13.28 ટકા મત મળ્યા હતા. ઇટાલિયાએ ચૂંટણીમાં સફળતાનો શ્રેય પાર્ટીના સકારાત્મક અને ઇમાનદાર પ્રચારને આપ્યું હતું. જેના કારણે કેજરીવાલે 2022 ની વિધાનસભા ચૂંટણીની આગેવાનીમાં લડી રહ્યા છે.
ADVERTISEMENT