એ લપેટ…. કાયપો છે: ઉત્તરાયણના દિવસે કેવી રહેશે પવનની સ્થિતિ?, હવામાન નિષ્ણાંતોએ કરી આગાહી
Gujarat Weather Update: છેલ્લા કેટલાક દિવસોથી ઠંડાગાર ગતિ ધરાવતા પવનો ફુંકાઈ રહ્યા છે. આવા ડંખીલા પવનોથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યા છે. એવામાં હવે ઉત્તરાયણના…
ADVERTISEMENT
Gujarat Weather Update: છેલ્લા કેટલાક દિવસોથી ઠંડાગાર ગતિ ધરાવતા પવનો ફુંકાઈ રહ્યા છે. આવા ડંખીલા પવનોથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યા છે. એવામાં હવે ઉત્તરાયણના દિવસે કેવો પવન રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંતોની આગાહી સામે આવી છે.
રવિવારે જળવાઈ રહેશે ઠંડા પવનનું જોર
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, રવિવારે ઉત્તરાયણના દિવસે પવન ઠંડા પવનનું જોર જળવાઈ રહેશે. આનો અર્થ એ થયો કે ઉત્તરાયણે પતંગરસિયાઓને પતંગ ચગાવવા માટે બહુ ઠુમકા મારવા નહીં પડે, પરંતુ ગતિવાળા પવનથી પતંગ સડસડાટ ચગી જશે અને આસપાસ ઊડતી અન્ય પતંગો સાથે તેના દિલધડક આકાશી દાવપેચ લાગશે.
ગુજરાતમાં જોરશોરથી કરાય છે ઉજવણી
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઉત્તરાયણના તહેવારની જોરશોરથી ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે બધા લોકો અગાસી, ધાબે ચઢીને સવારથી જ પતંગ ચગાવવાના મૂડમાં આવી જાય છે. ચારેકોર લપેટ, કાયપો છે જેવા અવાજો સંભળાય છે. જોકે, અગાઉની ઉત્તરાયણમાં એવું પણ બન્યું છે કે તેની પહેલાના દિવસોમાં સારો પવન ફૂંકાતો હોય, પરંતુ ઉત્તરાયણે જ જાણે કે દશેરાના દિવસે જ ઘોડું ના દોડે તેમ પવન પડી જતો જોવા મળ્યો છે.
રવિવારે પ્રતિ કલાક 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે
એવામાં હવે આગામી ઉત્તરાયણ પર પવન સારો રહેશે તેવું હવામાન નિષ્ણાંતોએ ઝણાવતા પતંગરસિયાઓએ હાશકારો અનુભવ્યો છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માફક આવે તેવો તેજ ગતિવાળો પવન રહેશે. રવિવારે પ્રતિ કલાક 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
ગઈકાલે અનેક જિલ્લાઓમાં પડ્યો કમોસમી વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં મંગળવારે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં નવસારી અને ડાંગ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. તો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT