Biparjoy Alert: ચક્રવાત પહેલા અને દરમિયાન શું કરવું અને શું નહીં? આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જૂનાગઢ: અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાની આફત ગુજરાતના માથે મંડરાઈ રહી છે. વાવાઝોડું ધીમે ધીમે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે અને 15મી જૂને નલિયા અને માંડવી વચ્ચે ટકરાશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે વાવાઝોડાની અસર સૌથી વધુ કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થવાની છે. ત્યારે વાવાઝોડા દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું, શું કરવું અને શું ન કરવું સહિતની બાબતો અંગે જૂનાગઢના ધારાસભ્યએ લોકોને માર્ગદર્શન આપ્યું છે.

ધારાસભ્યએ લોકોને કરી ખાસ અપીલ
ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા એક વીડિયો બનાવીને લોકોને મેસેજ આપવામાં આવ્યું છે. જેમાં ચક્રવાત દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની માહિતી આપવામાં આવી છે. આ સાથે લોકોને સંદેશ અપાયો છે કે, બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે રાજ્યના તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે સાવચેતી રાખે. આવનારા ચાર દિવસમાં જરૂરિયાત વગર ઘર બહાર નીકળવાનું ટાળવું. દૂધ, અનાજ અને શાકભાજીનો જરૂર પૂરતો જ સંગ્રહ કરવો. જૂના મકાનો અને વૃક્ષો નીચે ઉભા ન રહેશો. અમારા ધારાસભ્ય કાર્યાલયનો નંબર અને હેલ્પલાઈન નંબર આપની સેવા માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરજો. આવો, સૌ સાથે મળીને આ કપરા સમયને નાથીએ.

May be an image of 1 person and text

ADVERTISEMENT

ચક્રવાત આવતા પહેલા શું કરવું?

  • ઘરના બારી-બારણા અને છાપરાનું મજબૂતી કરણ
  • ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડા, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરીને તૈયાર રાખવી.
  • જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો.
  • વાહનો ચાવી શકે તેવી સ્થિતિમાં રાખવો
  • જરૂર જણાય તો સલામત સ્થળે ખસી જવું
  • પ્રાણીઓને સલામત સ્થળે લઈ જવા.

ચક્રવાત દરમિયાન શું કરવું

ADVERTISEMENT

  • પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલા પાસે ઊભા ન રહેવું.
  • ઘરની બહાર નીકળવું નહીં.
  • ઘરમાં તમામ બારી બારણા બંધ કરી દેવા.
  • ટેલિફોન દ્વારા શક્ય હોય તો કન્ટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
  • તમારી આજુબાજુ કોઈ તકલીફમાં હોય તો શક્ય હોય તો એની મદદ કરવી અથવા હેલ્પલાઈન નંબર પર કોલ કરવો.

(વિથ ઈનપુટ: ભાર્ગવી જશો)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT