કેવા પ્રકારના લોકો જોડાય છે ભાજપમાં, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આપ્યું મોટુ નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર,બનાસકાંઠા: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને કોંગ્રેસ હવે સરકારને સાણચામાં લઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં નેતાઓની ટીમને સર્વે માટે અને નિરીક્ષણ માટે ઉતારી છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને જીગ્નેશ મેવાની આજે બનાસકાંઠા અને પાટણની મુલાકાતે છે. ત્યારે જગદીશ ઠાકોરે આ દરમિયાન ભાજપમાં જોડાઈ રહેલા કોંગ્રેસના નેતાઓને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે કોંગ્રેસમાંથી જનારા લોકોની ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઈચ્છા પૂરી થતી નથી, માત્ર ચૂંટણી પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે.

જગદીશ ઠાકોરે ભાજપમાં જતાં લોકો અંગે કહ્યું કે, બે થી ત્રણ પ્રકારના લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે. એક જેનું આર્થિક પાસુ હોય, બીજું જેની સામે સરકારમાં ગુનાઓ દાખલ થયા હોય. અને ત્રીજા એવા લોકો જેમણે રાજકીય બાર્ગેનિંગ કરવું પડતું હોય છે. આ ઉપરાંત જેમના ખોળે આખી જિલ્લાની કોંગ્રેસ રહી હોય તેવા લોકો પણ કોંગ્રેસ પાર્ટીને દગો અને વિશ્વાસઘાત કરીને ભાજપમાં જાય છે.

ભાજપ પાસે એવું કોઈ નેતૃત્વ જ નથી કે જે ગુજરાત કે દેશને સાચવી શકે
ભાજપ પર પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કે, ભાજપ પાસે એવું કોઈ નેતૃત્વ જ નથી કે જે ગુજરાત કે દેશને સાચવી શકે એટલે જ બીજા પક્ષોને ધાક ધમકી આપી અને લાલચો, જે કંઈ આપવાનું હોય તે આપી પોતે પોતાનું નેતૃત્વ મજબૂત થવાનો દાવો કરે છે. જે દિવસે ભાજપમાં રહેતો દાવાનળ જે દિવસે ફૂટશે તે દિવસે ટાવરનો નટ અને બોલ્ટ શોધ્યો મળશે નહીં તેવી વિગતો ભાજપમાંથી બહાર આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT