આ તે કેવો વિકાસ કે 12 જ કલાકમાં જ રોડ પીગળી ગયો? હવે દોષનો ટોપલો ગરમી પર આવશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: ભ્રષ્ટાચારે તો માઝા મૂકી છે. જ્યાં જોઈએ ત્યાં વિકાસ પહેલા ભ્રષ્ટાચાર સામે આવી જાય છે. અને ક્યાંક રોડ બન્યા જ નથી હોતાં તો ક્યાંક રોડ બનવામાં પૈસા વાપરવા કરતાં ખિસ્સા ભરવામાં વધુ રસ હોય તેવું કામ  કરવામાં વધુ રસ હોય તેમ અનેક વખત સામે આવી ચૂક્યું છે. ભ્રષ્ટાચાર મુદ્દે અનેક વખત તંત્ર પર સવાલો ઉઠયા છે. ત્યારે વધુ એક વખત સવાલો સામે આવ્યા છે. સુરતમાં રોડ બનાવ્યાના કલાકોમાં જ રોડ આઇસક્રીમની જેમ પિગળવા લાગ્યો છે. જોકે તંત્રની પોલ ઢાંકવા તેના પર ધૂળ નાખવામાં આવી રહી છે.

કરોડો રૂપિયાના ટેન્ડર આપીને શહેરના રસ્તા બનાવવા અને રિપેરિંગ કામ કરાવવામાં આવતું હોય છે. ત્યારે આ રસ્તા જ હવે કૌભાંડની પોલ ખોલી રહ્યા છે. ત્યારે અડાજણ વિસ્તારની અંદર ગઈકાલે જે રસ્તા બનાવવામાં આવ્યા હતા તે રસ્તા ઉપર પાથરેલો ડામર પીગળી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી અને કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારમા મનપા દ્વારા બનાવામા આવેલ રોડ જ પીગળી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.અડાજણ વિસ્તારમા જીલ્લાની બ્રિજ તરફ જતો રોડ ભર બપોરે પીગળી ગયો હતો. જેના કારણે વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કલાકોમાં જ રોડ ચોકલેટની જેમ ઓગળી જતા મનપાની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. અંદાજે 200 મીટરનો રોડ પીગળી જતા સુરતવાસીઓ મનપા સામે સવાલો કરી રહ્યા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો:ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં મરચાની ગાંસડીઓમાં આગ ભભૂકી, લાખો રૂપિયાના નુકસાનની ભીતિ

રોડ ટોક ઓફ ધ ટાઉન બની ગયો
રાંદેર ઝોનના અડાજણ પાટિયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ વચ્ચેનો 200 ફૂટનો રોડ મંગળવારે બપોરે ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો. રોડ બનાવવાની કામગીરી 24 કલાકનો સમય થયો ન હતો તેમાં રોડ પર ડામર પીગળી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી અને થોડો સમય માટે રોડ વાહન વ્યવહાર માટે બંધ પણ કરી દેવામા આવ્યો હતો. જોકે હવે તંત્ર આ પોલને ઢાંકવા માટે તેના પર ધૂળ નાખી રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: સંજય રાઠોડ, સુરત )

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT