આ શું થવા જઇ રહ્યું છે? સાબરકાંઠાના પ્રાંતિજની જમીનમાંથી નીકળી રહ્યો છે વરાળ સાથે ગેસ, Video
સાબરકાંઠા: રાજ્યમાં અવનવી ઘટનાઓ ઘટતી રહે છે. ક્યારેક અવકાશમાં એક સાથે લાઇનમાં લાઇટ જોવા મળે છે. તો સતત ભૂકંપના સતત આંચકા આવી રહ્યા છે. ત્યારે…
ADVERTISEMENT
સાબરકાંઠા: રાજ્યમાં અવનવી ઘટનાઓ ઘટતી રહે છે. ક્યારેક અવકાશમાં એક સાથે લાઇનમાં લાઇટ જોવા મળે છે. તો સતત ભૂકંપના સતત આંચકા આવી રહ્યા છે. ત્યારે આજે સાબરકાંઠામાં વિચિત્ર ઘટના સામે આવી છે. જમીનમાંથી અચાનક વરાળ સાથે ગેસ નીકળતો હોવાનો વિડીયો વાયરલ થયો છે.
ગુજરાતમાં અનેક વખત આકાશમાં એક કતારમાં લાઇટ દેખાવવાની ઘટના અનેક વખત સામે આવી છે. હજુ એ ઘટનાનું રહસ્ય ઉકેલાયું નથી ત્યાં વધુ એક રહસ્યમય ઘટના સામે આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજના નનાનપુરમાં આવી અજીબ ઘરનાનો બનાવ સામે આવ્યો છે. જમીનમાંથી અચાનક વરાળ સાથે ગેસ નીકળતો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાને લઈ ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. ત્યારે આ ઘટનાનો વિડીયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
લોકોમાં ભયનો મહોલ
એક તરફ તુર્કીમાં ભૂકંપે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. ત્યારે બીજી તરફ જમીનમાંથી વરાળ સાથે ગેસ નીકળવાની ઘટનાને લઈને લોકોમાં જ્વાળામુખીનો ભય પ્રસર્યો હતો. જોકે, બાદમાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આસપાસના ઉધ્યોગોનું કેમિકલ જમીનમાં જતાં આ પ્રકારની ઘટના ઘટી હોય શકે છે.
ADVERTISEMENT
સાબરકાંઠાના પ્રાંતિજના નનાનપુરમાં જમીનમાંથી અચાનક વરાળ સાથે ગેસ નીકળતો હોવાનો વીડિયો વાયરલ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા…વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું..#Sabarkantha #GTVideo #VideoViral pic.twitter.com/xX56713zJX
— Gujarat Tak (@GujaratTak) March 8, 2023
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમની લીધી મુલાકાત, જાણો શું લખ્યું વિઝિટર બુકમાં?
તંત્ર ઘટના સ્થળે
પ્રાંતિજના નનાનપુરમાં અજીબ ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાને લઈને વહીવટી તંત્ર પણ ઘટના સ્તરે પહોંચ્યું છે. જોકે આ ઘટના પાછળનું નક્કર કારણ હજુ સામે નથી આવ્યું. ત્યારે આ ઘટનાને લઈ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, પ્રાંતિજ આસપાસ ફેક્ટરી વિસ્તાર છે. ત્યારે આ વિસ્તારમાં કેમિકલ વાળું પાણી જમીનમાં ઉતર્યું હોય જેને પરિણામે જમીનમાંથી ગેસ બહાર આવી રહ્યો છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હસમુખ પટેલ, સાબરકાંઠા )
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT