એવું શું થયું કે 8 વર્ષીય બાળકીએ ટૂંકાવ્યું જીવન? વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો સામે
નવસારી: રાજ્યમાં આપઘાતના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ચિખલીમાં આપઘાતની ઘટનાથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષીય…
ADVERTISEMENT
નવસારી: રાજ્યમાં આપઘાતના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ચિખલીમાં આપઘાતની ઘટનાથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષીય બાળકી એ ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટ થી ચીખલી નાના ના ઘરે વેકેશન ગાળવા આવેલી 8 વર્ષીય બાળકીને માતાએ ઠપકો આપતા તે આવેશમાં આવી ગઈ હતી. ઘટના સભ્યોને ડરાવવા માટે એક રૂમમાં ઓઢણી વડે ફાંસો લઈને જીવન ટૂંકાવી લીધું. પોલીસે આ મામલે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં દૂધસાગર રોડ, હૈદરચોકમાં રહેતા પરિવાર વેકેશન માટે નાના ના ઘરે ગયા હતા. આ દરમિયાન માતાએ પોતાની 8 વર્ષની બાળકીને ઠપકો આપતા 8 વર્ષીય બાળકી પંખા સાથે દુપટ્ટાથી ફાંસો ખાતા પ્રથમ આલીપોર હોસ્પિટલમાં અને ત્યાંથી સ્પંદન હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત્યુ પામી હોવાનું જાહેર કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરતાંપોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજકાલ બાળકો સોશ્યલ મિડ્યા સાથે મોબાઇલનો ઉપયોગ વધ્યો છે. જેની અસર બાળકોની માનસિકતા પર પડી છે. ત્યારે બાળકો સહનશક્તિ ગુમાવી રહ્યા છે. આ સાથે જ બાળકો કોઈ એવું પગલું ભરી બેસે છે કે આખા પરિવારને જીવનભર રડાવી જાય છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: રોનક જાની, નવસારી)
ADVERTISEMENT