કેજરીવાલના પોલીસ સાથે ઘર્ષણ અને રિક્ષા ભોજન અંગે ભાજપે શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : આજે સાંજે અરવિંદ કેજરીવાલે પોતે કેટલા સામાન્ય છેતે દેખાડવા માટે એક રિક્ષા ચાલકના ઘરે જમવા માટે ગયા હતા. ઘાટલોડિયા મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે. અહીં જ તેમણે ભોજન લીધું હતું. પોલીસનાં તમામ પ્રોટોકોલ તોડીને તેઓ જમવા માટે રિક્ષામાં જ પહોંચ્યા હતા. રિક્ષામાં જવા મુદ્દે તેમને પોલીસ સાથે રકઝક પણ થઇ હતી. પોતાને કંઇ પણ થાય તો તેના માટે પોતે જ જવાબદાર રહેશે તેવી બાંહેધરી આપ્યા બાદ પોલીસે તેમને કોન્વોય સાથે જવાની પરવાનગી આપી હતી.

ભાજપ પ્રવક્તાએ અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહાર
જો કે આ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું કે, આ દિલ્હીથી આવતા યાયાવર પક્ષી જેવા નેતા વારંવાર અહીં આવે છે. ખોટા ખોટા દાવાઓ કરે છે. ગુજરાત સરકારને બદનામ કરવાના પ્રયાસો કરે છે. ગુજરાતના લોકોને છેતરવાના પ્રયાસો કરે છે. જો કે ગુજરાતની પ્રજા હોશિયાર છે. તેઓ આવા યાયાવર પક્ષીઓની જેમ ઉતરી આવતા લોકોને વધારે ભાવ નહી આપે. જનતા છે બધુ જ જાણે છે. જેથી તેમની જીતની કોઇ જ શક્યતા નથી. તેઓ ઇચ્છે તેટલા ધમપછાડા કરી શકે છે.

ADVERTISEMENT

આપ-ભાજપ વચ્ચે પોલીસના દરોડા મુદ્દે શાબ્દિક ટપાટપી
અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર આરોપ લગાવાયો હતો કે, ભાજપના ઇશારે ગુજરાત પોલીસ દ્વારા અમારા ગુપ્ત કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા હતા. ખાખાખોળા પણ કરવામાં આવ્યા હતા. ત્રણેય પોલીસ કર્મચારીઓ નવરંગપુરા પોલીસ સ્ટેશનનાં ડી સ્ટાફના કર્મચારી હતા તેવો દાવો કર્યો હતો. જો કે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને આ દાવાને ફગાવ્યો હતો. ત્યાર બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપે આપ પર વળતા પ્રહારો કર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT