અમદાવાદના બ્રિજ પર થયેલા અકસ્માત સર્જનારને પહેલાથી નિર્દોષ સાબિત કરવા ચાલી રહેલી વાહ વાહી દુઃખદ બાબતઃ ઈસુદાન
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એકસાથે 9 લોકોના મૃત્યુ થયા છે. જેના કારણે ઘાયલોની સારવાર કરનાર તબીબ સહિત સૌ કોઈના…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એકસાથે 9 લોકોના મૃત્યુ થયા છે. જેના કારણે ઘાયલોની સારવાર કરનાર તબીબ સહિત સૌ કોઈના હૃદય દ્રવી ઉઠ્યા છે. 9 લોકોએ ગણતરીની કલાકોમાં અકસ્માતમાં જીવ ગૂમાવ્યો. ઈસ્કોન બ્રિજ પર આજે સવારે ફરીથી અકસ્માત સર્જાયો હતો અને એક પછી એક એમ ચાર જેટલી કાર અથડાઈ હતી. જોકે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈને ગંભીર ઈજાઓ પહોંચી નહોતી. પણ કરુણતા એ છે કે જે જીવલેણ અકસ્માત સર્જાયો તેમાં બે પોલીસકર્મચારીના પણ મૃત્યુ થયા છે. જ્યારે હજુ 2થી 3 લોકોની હાલત ગંભીર છે. આ ઘટનાને લઈને જાણવા મળી રહ્યું છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ડોક્ટરની પરમિશન મળતા જ તેની ધરપકડ કરવામાં આવશે. આ ઘટનાને લઈને રાજકીય પક્ષોના હોદ્દેદારો પણ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
આ અમદાવાદનો સૌથી મોટો અકસ્માત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી અમદાવાદમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે,અમદાવાદમાં એક અકસ્માત થયો, જેમાં 9 લોકો મૃત્યુ પામ્યા. મને લાગે છે કે આ અમદાવાદનો સૌથી મોટો અકસ્માત છે. મને ખ્યાલ નથી કે અકસ્માત કરનાર વ્યક્તિ નશામાં હતો કે નહીં. પરંતુ એ વ્યક્તિએ એક અકસ્માત થયેલ જગ્યા પર પંચનામું થઈ રહ્યું હતું, તે સમયે ત્યાં હાજર લોકો પર ગાડી ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં એક પોલીસ અધિકારી અને એક ગાર્ડનું મૃત્યુ થયું છે. આવો અકસ્માત કરનાર વ્યક્તિને પહેલેથી જ નિર્દોષ સાબિત કરવા માટે જે વાહ વાહી ચાલી રહી છે તે ખૂબ જ દુઃખદ છે.
બેફામ ડ્રાઈવિંગથી કોઈને મારી નાંખવાનો અધિકાર નથી
જે નવ લોકો મૃત્યુ પામ્યા તેમની માતાએ તેમને આ રીતે રસ્તા પર મૃત્યુ પામવા માટે જન્મ નહોતો આપ્યો. આ રીતે બેફામ ડ્રાઇવિંગ કરીને કોઈને મારી નાખવાનો કોઈને પણ અધિકાર નથી. આ બાબત પર હું મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો છું કે, આ ઘટના પર કોઈ પણ પ્રકારની લાગવગ વગર, કોઈપણ પૈસાદાર કે વગદાર વ્યક્તિના દબાણમાં આવ્યા વગર એક ઠોસ કાર્યવાહી થવી જોઈએ અને તમામ 9 મૃત્યુ પામનાર લોકોને અને તેમના પરિવારને ન્યાય મળવો જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT