Biparjoy cyclone: હવામાન વિભાગ પ્રમાણે જાણો ગુજરાતમાં આજની રાતથી કાલનો દિવસ કેવો રહેશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં બિપોરજોયે પ્રવેશ લઈ લીધો છે. સાગરથી જમીન સાથે ટક્કર થયા બાદ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયા સાથે વાત કરીને કેટલીક જાણકારીઓ આપી હતી. હવામાન વિભાગનું કહેવું છે કે આ દરમિયાન 125 કિલોમીટિર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. આજની મધરાત્રી સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે. જે આવતીકાલે સવાર સુધીમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

મધરાત્રી સુધી ચાલશે લેન્ડફોલની પ્રક્રિયા પછી…
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બિપોરજોય ટક્કરાશે અને લેન્ડફોલ થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. સતત પોતાની દિશા બદલતા બિપોરજોય વાવાઝોડું એક તબક્કે કલાકો સુધી સમુદ્રમાં સ્થિર એક જ જગ્યા પર ઊભું રહી ગયું હતું. જે પછી ધીમી ગતીએ ફરી આગળ વધીને આ વાવાઝોડું અતિ ઝડપી પવન અને વરસાદ સાથે ગુજરાતમાં અથડાયું છે. હવે આજની રાત અંગે હવામાન વિભાગ કહે છે કે, આજે મધરાત્રી સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે જે સવાર સુધીમાં સાક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

અમરેલીઃ Biparjoyની અસર, ધારી-ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ, પીલુકિયા નદીમાં આવ્યું પુર

તેમણે કહ્યું કે આ વાવાઝોડું આવતીકાલે 16મીએ સવારે જ્યારે સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે તો કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ ઘણા સ્થાનોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે લેન્ડફોલ થયા પછી ગંભીર ચક્રવાતમાં ફેરવાવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. વાવાઝોડાની આંખનો ઘેરાવો 50 કિલોમીટર જેટલો મોટો છે. આંખ ટકરાશે તે દરમિયાન 125 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે આ વાવાઝોડું માત્ર 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.

ADVERTISEMENT

વાવાઝોડાની આંખ એટલે કે મધ્યનો ભાગ ફોલ કરે ત્યારે અચાનક પવનની ગતિ ઓછી થશે અને વરસાદ પણ ઘટી જશે. જોકે આ દરમિયાનના છ એક કલાક જેટલો સમય સૌરાષ્ટ્ર-કચ્છ માટે ભારે હોવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT