ગુજરાતમાં બુધવાર સુધી અતિભારે વરસાદની આગાહી, 11 જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં શનિવારથી બુધવાર વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાકિસ્તાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાત રાજ્યમાં પણ આની અસર જોવા મળશે. આના હેઠળ અમદાવાદ, ગાંધીનગર સહિત 11 જિલ્લાઓમાં આગામી 5 દિવસો સુધી જોરદાર વરસાદ ખાબકી શકે છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યારથી જ વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે.

અમદાવાદને પણ મેઘરાજા ધમરોળશે
હવામાન વિભાગની માહિતી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે શનિવાર-રવિવાર વચ્ચે આણંદ, ભરૂચ, વડોદરા, ભરૂચમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ
ગુરુવારે સવારથી જ અમરેલી-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ જામ્યો હતો. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના કાગવદર, લોઠપુરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. મુરજાતી મોલાતો પર કાચા સોના રૂપી વરસાદ આવતા ખેડૂતોમાં હાશકારો થયો હતો. બીજી તરફ અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ગઈ હતી. જ્યારે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1માં પણ વરસાદથી પાણી ભરાયા હતા. જ્યારે ખેડા જિલ્લામાં કપડવંજમાં પણ બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે વડોદરા, હિંમતનગર તથા ઈડરમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.

ADVERTISEMENT

સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો
રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 4 ઓગસ્ટ સુધીમાં 68.03 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,66,024 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 79.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,40,958 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 61.08 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT