Weather Updates: અત્યંત ભારે વરસાદ ધમરોળશે દક્ષિણ ગુજરાતને

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં 24 કલાકમાં વરસાદ મેઘતાંડવ કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતના દક્ષિણ અને પૂર્વના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.ઉપરાંત અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ પણ જોવાઈ રહી છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. જે બાદ બીજા દિવસથી વરસાદમાં થોડો ઘટાડો નોંધાશે. જોકે, દક્ષિણ ગુજરાત તથા રાજ્યના પૂર્વ ભાગમાં હળવો વરસાદ રહી શકે છે. જોકે, આજના દિવસે આ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યપાલને ટર્મિનલ પર પહોંચતા 1 મિનિટ મોડું થયું, ફ્લાઈટ તેમને લીધા વિના જ ઉડી ગઈ

આ વિસ્તારોને ઓરેન્જ એલર્ટ
સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકના હવામાન અંગે આગાહી કરીને હવામાન વિભાગ જણાવે છે કે, ઘણાં વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, આ સમયગાળા પછી કેટલાક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. ભારે વરસાદની સંભાવના આજના દિવસ માટે આપવામાં આવી છે તેમાં છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે ઉપરાંત અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. પંચમહાલ, વલસાડ, દાહોદ, ભરૂચ, વડોદરા, દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્તાઓ જોવા મળી રહી છે. આ સાથે જ ગુજરાતના ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ADVERTISEMENT

જ્યારે અમદાવાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ખેડા, આણંદ, તાપી, ડાંગ, અને સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે. અમદાવાદ શહેરમાં વરસાદના કેટલાક સ્પેલ થવાની પણ શક્યતાઓ છે. હાલ ગુજરાત પર વરસાદની કોઈ ચોક્કસ સિસ્ટમ નથી પરંતુ શીઅર ઝોનના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન દરિયામાં 45-55 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે પવનો ફૂંકાશે અને દરિયમાં ભારે હલચલ થાય તેવી પણ સંભાવનાઓ જોવાઈ રહી છે જેને કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. નોંધનીય છે કે, સવારે ત્રણ કલાકની આગાહી દરમિયાન છોટાઉદેપુર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું પણ તે પછી હવે સાંજના ચાર વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT