Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે પરેશ ગોસ્વામીની 'મહત્વની આગાહી', ખેડૂતો ખાસ જાણી લે

ADVERTISEMENT

 Weather Expert Paresh Goswami's Forecast
જગતના તાત માટે મહત્વની આગાહી
social share
google news

Weather Expert Paresh Goswami's Forecast: સાઈક્લોનિક સકર્યુલેશનના પગલે રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો અને સતત બીજા દિવસ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરાઈ હતી, જેના પગલે ખેડૂતોમાં ભારે ચિંતામાં મુકાયા હતા. જોકે, કુદરતની કરામતથી કેડૂતોના માથેથી સતત બીજા દિવસની ચૈત્ર મહિનામાં અષાઢી આફત જેવી સ્થિતિ ટળી ગઈ હતી. જોકે, છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત અગનભઠ્ઠી બન્યું છે. ઉત્તર-પૂર્વના ગરમ પવાનો સીધા જમીન પર આવતા રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી વધી છે. 

અમરેલીમાં 44 ડિગ્રી નોંધાયું તાપમાન 

આજે ગુજરાતના 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો છે. જેમાં સૌથી વધારે તાપમાન અમરેલીમાં નોંધાયું છે. અમરેલીમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 2.6 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 43.8, વડોદરામાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન, સુરેન્દ્રનગરમાં 43.4, અમદાવાદમાં 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આકરા તાપની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. 

આ પણ વાંચોઃ Home Loan: હોમ લોનના હપ્તા ન ભર્યા તો શું થશે? જાણો બેંક ક્યારે મારે છે ઘર પર સીલ

 

આ પણ વાંચો

ADVERTISEMENT

17 જુલાઈથી સારા વરસાદના યોગ 

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ વર્ષે 2થી 10 જુલાઈના સેશનમાં છૂટાછવાયો વરસાદ થશે. આ આઠ દિવસમાં સાર્વત્રિક વરસાદ થાય તેવું નથી લાગતું. તો 17થી લઈને 29 જુલાઈનું જે સેશન હશે તે 12 દિવસનું સેશન હશે. આ દિવસોમાં ધોધમાર - ભયંકર વરસાદ પડી શકે છે. 

જુલાઈમાં તોડશે તમામ રેકોર્ડઃ પરેશ ગોસ્વામી

નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલ પર આપેલી માહિતી અનુસાર, 17થી લઈને 29 જુલાઈ દરમિયાન પડનારો વરસાદ ચારથી પાંચ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખે તેવી સંભાવના છે. 2024નું ચોમાસું લાંબુ ચાલશે તે રીતે ખેડૂતોએ પાકનો નિર્ણય કરવો.

ADVERTISEMENT

મોટાભાગના વિસ્તારમાં 40 ડિગ્રીને પાર

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગરમીના પારાએ 40 ડિગ્રીનો આંકડો પાર કરી દીધો છે. ત્યારે આજે 18 એપ્રિલે ગરમીની વાત કરીએ તો આજે પણ ઘણા વિસ્તારોમાં ગરમી 40 ડિગ્રીને વટાવી ગઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT