ખેડા જિલ્લાના ગામડાઓમાં સાબરમતીના પાણી ફરી વળ્યા, પૂરનું સંકટ તોળાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડાઃ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. જેને લઇને સાબરમતી નદીના પાણી ખેડા તાલુકાના નદી કિનારે આવેલા ગામમાં ફરી વળ્યા છે. અત્યારે આ પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. પૂરના પાણીને લઈ ખેતીને નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે.

2 હજાર વીઘાથી વધુના પાકને નુકસાન
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતના ડેમ છલકાયા છે. જેને લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરમતી નદીમાં પણ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા ખેડા તાલુકાના નદી કિનારે આવેલ ગામડા પથાપુરા, વારસંગ, રઢુ, રસિકપુરા, નાની કલોલી , મોટી કલોલી, ગોકળ પુરા, સહિતના ગામડાઓમાં પુરના પાણી ઘૂસ્યા છે. વળી એમાં ખેડા તાલુકાના પથાપુરા ગામમાં તો જ્યા જુઓ ત્યા પાણી જ પાણી છે. એટલું જ નહીં નદીમાં ભરપૂર માત્રામાં પાણી આવતા ખેતરો બેટમાં ફેરવાયા છે અને આશરે 2000 વીઘાથી વધારે ખેતરોના પાકને નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે.

ADVERTISEMENT

પુરને પગલે ખેડા તાલુકાનું કલોલી ગામનો સીમ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, મામલતદાર, પ્રાંત અધિકારી, તલાટી પ્હોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ADVERTISEMENT

પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરાશે
માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું કે, ઉપરવાસમાંથી સાબરમતી નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે. કાલે રાત્રે 70 હજારથી પણ વધારે પાણી છોડવામાં આવ્યું હતું. આજે સવારે ખેડા તાલુકાના કરોલી, નાની કરોલી, રઢુ, પથાપુરા, વારસંગ ગામ આ ચાર પાંચ ગામ નદી ઉપરના ગામ છે, એ ગામની અંદર પણ પાણી પ્રવેશી ચૂક્યું છે અને હજુ પણ અમારી તૈયારી છે કે વધુ પાણી જો આવશે તો પણ એને પ્રાથમિક શાળાની અંદર દરેક ગ્રામજનોને અમે રહેવાની વ્યવસ્થા પણ કરી દીધી છે.

ADVERTISEMENT

જેથી વધારે પાણી આવે તો પણ અમે પહોંચી વળીશું. હાલ મામલતદાર, ટીડીઓ, કલેક્ટર જોડે ચર્ચા થઈ એમાં પણ વાત કરી કે 40,000 ક્યુસેક પાણી હજુ પણ આવવાનું છે. એટલે રાતના બાર એક વાગ્યા સુધી વ્યવસ્થા કરવાની રહેશે, જે અમે કરી દીધી છે.

    follow whatsapp

    ADVERTISEMENT