Weather Update: મેઘરાજાની સવારી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ધામા નાખશે, પાટણમાં વરસાદનું એલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં મોનસૂન સાઈકલ આ સિઝનમાં જોરદાર જામી ગઈ છે. તેવામાં અમદાવાદના અનેક વિસ્તારમાં સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં IMD હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે.

લો પ્રેશરના કારણે વરસાદ પડશે
અત્યારે ધોધમાર વરસાદના પગલે દાંતીવાડા ડેમની નીચેના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો બીજી બાજુ લો પ્રેશર સિસ્ટમ સર્જાતા અત્યારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, પોરબંદર અને કચ્છ જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

ADVERTISEMENT

સમગ્ર રાજ્યમાં 98 ટકા સુધીનો વરસાદ
અત્યારે ગુજરાત રાજ્ય માટે આ વરસાદની સિઝનમાં પાણી આવક ઘણી વધારે થઈ છે. તેવામાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં લગભગ સિઝનનો 98 ટકા સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 80 ટકા વરસાદ પડ્યો છે. તેવામાં અત્યારે જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે એને જોતા આગામી ઓગસ્ટ સુધી સિઝનનો 100 ટકા જેટલો વરસાદ પડી જવાની સંભાવના જોવા મળી રહી છે.

ગુજરાતના નવસારી, આણંદ, બનાસ કાંઠા, ખેડા, ડાંગ, અરવલ્લી, દાહોદ અને સુરત જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડી ગયો છે. જ્યારે તાપી અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી મહેર જોવા મળી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT