Gujarat weather : ઉત્તરાયણ સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat weather update : રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવે આગામી પાંચ દિવસ ગુજરાતના હવામાન અંગે હવામાન વિભાગે આગાહી કરી…
ADVERTISEMENT
Gujarat weather update : રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવે આગામી પાંચ દિવસ ગુજરાતના હવામાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં તેમણે માવઠાની કોઇ આગાહી કરી નથી અને બે દિવસમાં ઠંડી વધવાની વાત કરી છે. બે જ દિવસમાં ઠંડીનો પારો 15-16 ડિગ્રી થવાની આગાહી કરવામાં આવી છે. 17.2 ડિગ્રી સાથે અમદાવાદ ત્રીજા ક્રમે સૌથી ઠંડું શહેર છે.
જુઓ કયા કેટલું તાપમાન
હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે, ન્યુનત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 12.6 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત નલિયામાં 9.6 ભૂજ 11.9 જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર 13.5 કેશોદમાં 14.9, જુનાગઢ અને અમરેલીમાં 16.6, દ્વારકામાં 16.4, ઓખા, પોરબંદર 18 અને વેરાવળ-દિવમાં 19 સે. રહ્યું હતું. જુનાગઢના ગીર પર્વતો પર 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો અને મંગળવારે ત્યાં રોપ-વે બંધ કરવો પડયો હતો. રાજકોટમાં 15-20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો, તો જામનગરમાં ન્યુનત્તમ તાપમાન 16 સે. પણ પવનની ઝડપ 25થી 30 કિ.મી. રહી હતી. જેના કારણે તાપમાન વધારે હતુ પણ ઠંડી વધારે હોવાનો અહેસાસ થયો છે.
રવિવારે જળવાઈ રહેશે ઠંડા પવનનું જોર
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, રવિવારે ઉત્તરાયણના દિવસે પવન ઠંડા પવનનું જોર જળવાઈ રહેશે. આનો અર્થ એ થયો કે ઉત્તરાયણે પતંગરસિયાઓને પતંગ ચગાવવા માટે બહુ ઠુમકા મારવા નહીં પડે, પરંતુ ગતિવાળા પવનથી પતંગ સડસડાટ ચગી જશે અને આસપાસ ઊડતી અન્ય પતંગો સાથે તેના દિલધડક આકાશી દાવપેચ લાગશે.
ADVERTISEMENT
રવિવારે પ્રતિ કલાક 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે
એવામાં હવે આગામી ઉત્તરાયણ પર પવન સારો રહેશે તેવું હવામાન નિષ્ણાંતોએ ઝણાવતા પતંગરસિયાઓએ હાશકારો અનુભવ્યો છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માફક આવે તેવો તેજ ગતિવાળો પવન રહેશે. રવિવારે પ્રતિ કલાક 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
ADVERTISEMENT