હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો! આ તારીખ બાદ રાજ્યમાં તાપમાન પારો ગગડવાની આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news
Gujarat Weather : રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો દેખાયા બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થતો જોવા મળે છે. માટો ભાગના શહેરોમાં સરેરાશ તાપમાન 17 ડિગ્રીથી વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ બાદ એટલે કે 5 જાન્યુઆરી પછી કડકડતી ઠંડી પાડવાના સંકેત આપવામાં આવ્યા છે.

જુઓ કયા કેટલું તાપમાન

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો ગગડી શકે છે. હાલ નલિયા, ગાંધીનગર અને પોરબંદરમાં  15 ડિગ્રીથી નીચે લધુતમ તાપમાન નોંધાયું છે. તો ભુજ, રાજકોટ, અમરેલીમાં તાપમાનનો પારો ગગડીને 16 ડિગ્રીની નીચે પહોંચ્યો છે.

અમદાવાદનો કેવો છે હાલ ?

જો અમદાવાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં નહિવત ઠંડીનો અનુભવ છે. સતત ચાર દિવસથી અમદાવાદની લધુતમ તાપમાન 16 ડિગ્રીથી વધુ રહ્યું છે. આગામી દિવસોમાં એટલે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અમદાવાદમાં 15થી 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જાન્યુઆરી બાદ અમદાવાદમાં ઠંડી વધવાના સંકેત પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.

દેશમાં હવામાનની સ્થિતિ શું રહેશે

તો બીજી તરફ જો દેશમાં ઠંડી વિશે વાત કરવામાં આવે તો સમગ્ર એનસીઆરમાં એક સપ્તાહથી ગાઢ ધુમ્મસ હોવા છતાં હજુ તીવ્ર ઠંડી કે શીત લહેરનો અનુભવ થયો નથી. આજે પણ હવામાન વિભાગે ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં લગભગ 6 વર્ષ બાદ ડિસેમ્બર મહિનો કોઈ પણ પ્રકારની શીત લહેર થયો નથી. આ વખતે નવેમ્બર-ડિસેમ્બરમાં એક દિવસ પણ શીત લહેર નથી. નિષ્ણાતોના મતે, અલ નીનોની અસરને કારણે આવું થવાની અપેક્ષા પહેલાથી જ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT