આગાહીઃ ગુજરાતમાં ફૂંકાશે 60 kmની ઝડપે પવનઃ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
ગાંધીનગરઃ ગુજરાતના માથે છેલ્લા ઘણા સમયથી ઘાત મંડરાઈ રહી છે. હાલમાં જ ગુજરાત માંડ માંડ બિપોરજોયના કહેરથી ઊભું થયું ત્યાં ભારે વરસાદે ગુજરાતને ધમરોળી નાખ્યું…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતના માથે છેલ્લા ઘણા સમયથી ઘાત મંડરાઈ રહી છે. હાલમાં જ ગુજરાત માંડ માંડ બિપોરજોયના કહેરથી ઊભું થયું ત્યાં ભારે વરસાદે ગુજરાતને ધમરોળી નાખ્યું હતું. હવે વધુ એક વખત ગુજરાતના માથે ઘાત મંડરાઈ રહી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દાદરાનગર હવેલી, દમણ, નવસારી, વલસાડમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીને વરસાદ ધમરોળી શકે છે. જે સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢને માથે ફરી એક વખત ભારે વરસાદના મંડાણ થયા છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ તિવ્ર છે. સાથે જ ગાજવીજ સાથે પવન પણ ફૂંકાવાની સંભાવનાઓ જોવાઈ રહી છે ખાસ કરીને વલસાડ, દમણ અને નવસારીમાં અતિ ભારે વરસાદ પડે તેમ છે.
તથ્ય કરતા નસીબદાર છે આ અકસ્માત કરનારોઃ પોલીસે જ ફરિયાદીને કહ્યું ‘રૂપિયા લઈ લ્યો, સમાધાન કરો’
ભારે પવન કયા વિસ્તારોમાં ફૂંકાશે
ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં વરસાદની આગાહીને પગલે માછીમારોને 5 દિવસ સુધી દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. ખાસ આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરો જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT