Gujarat Weather: આંધી-ગાજવીજ-તોફાન થશે, અંબાલાલ પટેલની ગજવી મૂકે તેવી આગાહી
Weather expert Ambalal patel: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગઝરતી ગરમીમાંથી રાહતને લઈ આગાહી કરી છે.
ADVERTISEMENT
Weather expert Ambalal patel: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જેને લીધે મોટાભાગના લોકો ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગઝરતી ગરમીમાંથી રાહતને લઈ આગાહી કરી છે. આગામી 4 દિવસ બાદ આ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે એટલું જ નહીં અંબાલાલ પટેલે જૂન મહિનામાં કેવો વરસાદ રહેશે તે અંગે પણ આગાહી કરી છે.
ગુજરાતમાં વરસાદનું આગમન ક્યારે?
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 4 દિવસ સુધી રાજ્યમાં ગરમી આકરી રહેશે, મહત્ત્મ ઉષ્ણાંતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે અને 26મી મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાનો શક્યતા રહેશે. આ પ્રિમોનસૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે રહેવાની શક્યકતા રહેશે. આ ઉપરાંત ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. તારીખ 7થી 14 જૂનમાં મૃગશીષ નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 14થી 28માં આંધી વંટોળ અને તેજ ગતિના પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિવાય જુલાઈ અને ઓગસ્ટમાં ખૂબ જ સારો વરસાદ થશે.
GSSSB Exam Result: ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પર મોટી અપડેટ, આ તારીખે આવશે પ્રિલિમનું રિઝલ્ટ
વહીવટીતંત્ર અત્યારથી જ સજ્જ
રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT