ગુજરાત પર હજુ મેઘસંકટ યથાવત, રાજકોટ, ભાવનગર સહિત 4 જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં મેઘરાજાએ અનેક જિલ્લાઓને પાણી-પાણી કરી દીધા છે. નવસારી, અમરેલી, જૂનાગઢ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યા બાદ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં આજે 4 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ક્યાં-ક્યાં વરસાદની આગાહી?
બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સહિત 3 સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાત પર ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ છે, તો અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીમાં યેલો એલર્ટ હવામાન વિભાગે કર્યું છે. વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

અંબાલાલ પટેલની પણ 30 જુલાઈ સુધી વરસાદની આગાહી
તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં 30 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. આગામી 26મીએ દરિયામાં ડિપ્રેશન સર્જાવાનું છે, જેના કારણે 26 તારીખ બાદ 27, 28 અને 29 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT