Gujarat Rain: અમદાવાદમાં રથયાત્રા દરમિયાન વરસાદ પડશે કે નહીં? જાણો ચોમાસા પર લેટેસ્ટ આગાહી
Gujarat Rain News: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ બાદ હવે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને આજે અને આવતીકાલે શનિવાર માટે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે.
ADVERTISEMENT

એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ
એક સાથે બે વરસાદી સિસ્ટમ થતા રાજ્યમાં વરસાદ લાવશે. સાયક્લોનિલ સર્ક્યુલેશન અને ઓફ સ્યોર ટ્રફના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહીની સંભાવના છે. આ વચ્ચે હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.
ક્યાં-ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વરસાદ અંગે વિવિધ અલર્ટ જાહેર કર્યા છે. જે મુજબ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ, તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે
આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મેહસાણા, ખેડા, આણંદ, વડોદરામાં સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ADVERTISEMENT