રાજ્યમાં આજથી 5 દિવસ માવઠાની આગાહી, જાણો કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદની સંભાવના

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક જિલ્લામાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે.

આગામી પાંચ દિવસ કયા જિલ્લામાં માવઠાની આગાહી?

  • 13 માર્ચ- બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજરોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છ.
  • 14 માર્ચ- બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ.
  • 15 માર્ચ- નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ, કચ્છ.
  • 16 માર્ચ- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, કચ્છ.
  • 17 માર્ચ- બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ.

લઘુતમ તાપમાનમાં નહીવત વધારો થશે
હવામાન વિભાગ મુજબ, આગામી 3-4 દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આમ ફરી એકવાર લોકોને ડબલ સીઝનનો અનુભવ થઈ શકે છે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતા બે ડિગ્રી વધારે હતું. જ્યારે આગામી 3 દિવસ તે 38 ડિગ્રી આસપાસ રહી શકે છે.

ADVERTISEMENT

વરસાદના વધુ એક રાઉન્ડથી પાકને નુકસાનની ભીતિ
નોંધનીય છે કે, ગુજરાતભરમાં માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. એવામાં માવઠાથી કેરી, ઘઉં, ચણા, જીરું સહિતના વિવિધ પાકોને નુકસાન સર્જાવાની શક્યતા છે.

    follow whatsapp

    ADVERTISEMENT