ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજ્યમાં શ્રાવણ મહિનામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યના છેલ્લા 12 કલાકમાં જ 18 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાનની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, પોરબંદર, મોરબી, જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલી, નવસારી, ડાંગ, ભરૂચ જિલ્લામાં તથા મધ્ય અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT

રાજ્યમાં સીઝનનો 76 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 76 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં કચ્છ ઝોનમાં 125 ટકાથી વધુ, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 65 ટકા, સૌરાષ્ટ્રમાં 71 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 87 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં આજે કોડિનાર-વીજાપુરમાં અઢી-અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ સંતરામપુર, પોરબંદર, કડાણા, મોડાસા અને વડાલીમાં પણ બે-બે ઈંચ વરસાદ પડ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT