રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ADVERTISEMENT

WhatsApp Image 2022-08-06 at 7.30.44 PM
WhatsApp Image 2022-08-06 at 7.30.44 PM
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. છેલ્લા ત્રણ દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. આ વચ્ચે અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં 11મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ હજુ અમદાવા સહિત સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી આપી છે. જોકે મંગળવારથી મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે રાજ્યના નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણા તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

સોમવારે ક્યાં પડી શકે ભારે વરસાદ?
સોમવારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ તથા ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, જૂનાગઢ, ગીર સોમનાથ તથા દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

ADVERTISEMENT

મંગળવારે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
મંગળવારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. જ્યારે આણંદ, ભરુચ, સુરત ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મતા, તાપી, રાજકોટ, જૂનાગઢ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

ADVERTISEMENT

બુધવારે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
બુધવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ તથા પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

ADVERTISEMENT

બે દિવસ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આશંકાને પગલે રેલ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બુધવારે પણ નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલી તથા રાજકોટ, પોરબંદર, નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT