ગરમીથી રાહત મળશે! ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી આકરી ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ગઈકાલે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે પવન ફૂંકાવાના કારણે લોકોને રાહત મળી હતી. ત્યારે આગામી રવિવારથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાના હવામાન વિભાગે સંકેતો આપ્યા છે. જેથી ગરમીથી રાહત મળશે.

ક્યાં ક્યાંં પડી શકે વરસાદ?
હવામાન વિભાગ મુજબ આગામી રવિવારથી ઉત્તર, મધ્ય ગુજરાતના વિસ્તારો તથા સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. જે મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, ભરૂચ, આણંદ, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. તો સોમવારના રોજ પણ સાબકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, વડોદરા, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે.

ગુરુવારે અમદાવાદમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું
ગુરુવારે અમદાવાદ શહેરમાં 43.4 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો હતો. જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસોમાં પવન ફૂંકાવાની આગાહીને પગલે તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT