પાણીએ બદલ્યો રસ્તો, રાત્રે લોકો સુતા હતા ત્યારે ખેતરોમાં જતા નર્મદા કેનાલનું પાણી ઘરમાં પહોંચ્યું, પછી શું થયું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાતની લાઈફલાઈન નર્મદા યોજનાનું પાણી જે કેનાલ દ્વારા ખેતરો સુધી પહોંચે છે, પરંતુ છોટાઉદપુર જિલ્લાના કોઠિયા  ગામમાં એવું બન્યું કે કેનાલનું પાણી તેમના ઘરે અને અહીંની શાળા સુધી પણ આવી ગયું તેમના પશુઓનો ચારો પણ પલળી ગયો.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું કોઠિયા વસાહત ગામ એક એવું ગામ છે જ્યાં લોકો રાત્રે સૂતા હતા, ત્યારે અચાનક નર્મદા કેનાલનું પાણી તેમના ઘરે આવ્યું, નર્મદા કેનાલનું પાણી ઘર સુધી આવ્યું અને એક મહિલા બૂમો પાડતી ઘરની અંદર દોડી ગઈ. અને જોયું કે નર્મદાની શાખા નહેર છે, તેનું પાણી અહીં જતું રહ્યું હતું, ત્યાર બાદ ગામલોકો માંડવા બ્રાન્ચ નહેર તરફ દોડી ગયા હતા અને તેનો ગેટ ખોલવા લાગ્યા હતા.  દરવાજો ન ખોલ્યો હોત તો આ પાણી વધુ આવવા લાગ્યું હોત.

પૂરતું પાણી ન ખોલતા વહી જાય છે
નર્મદા યોજનાનું પાણી ખેડૂતોના ખેતરોમાં પહોંચે છે, તેથી જ અહીં નજીક એક નાની કેનાલ, અને માંડવા નામની બ્રાન્ચ કેનાલ બનાવવામાં આવી છે. જ્યારે બ્રાન્ચ કેનાલમાંથી પાણી બરાબર પ્રમાણ ન છોડાતા બ્રાન્ચ કેનાલનું પાણી ઓવરટોપ થઈને નજીકના વિસ્તારમાં વહી જાય છે.

ADVERTISEMENT

તંત્રને કઈ જ પડી નથી?
કેનાલનું પાણી મર્યાદામાં છોડવામાં આવતું નથી અને જે પાણી ગામમાં આવે છે અને તેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોનું કહેવું છે કે આ તેમની સમસ્યાને લઈ અનેક વાર  નર્મદા કેનાલના અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે. પણ કોઈ ઉકેલ આવતો નથી.

    follow whatsapp

    ADVERTISEMENT