જૂનાગઢમાં જળબંબાકાર, સતત ત્રીજા દિવસે વરસાદ તૂટી પડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: રાજ્યમાં ચોમાસાનો પહેલો વરસાદ આફત બની તૂટી પડ્યો હોય તેવા દ્રશયો ગુજરાતમાં સામે આવી રહ્યા છે. આ દરમિયાન જૂનાગઢમાં સતત ત્રીજે દિવસે ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વરસાદને પગલે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે.   જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં છેલ્લા 36 કલાકમાં 20 ઇંચ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે વિસાવદર તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે. અહીં છેલ્લા 12 કલાકમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે છેલ્લા 36 કલાકમાં 20 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વરસાદની સ્થિતિને જોઇ જૂનાગઢ જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફલો થયો
જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ પણ હસ્નાપુર ઓવરફલો થયો છે. પ્રથમ વરસાદે જ ઓઝત 1 અને 2 ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. વરસાદને લઈ જૂનાગઢ જિલ્લાનો પાણીનો પ્રશ્ર હલ થયો છે. સિંચાઈ તેમજ પીવાના પાણીનો ઉપયોગ આ ડેમમાંથી કરવામાં આવે છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમ ઓવરફલો થયો છે. ત્યારે વરસાદને પગલે વંથલી, માંગરોળ અને માધવપુરના 50 થી વધુ ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ADVERTISEMENT

જૂનાગઢ જિલ્લામાં વરસાદ
જૂનાગઢમાં 36 કલાકમાં 18 થી 20 ઈંચ વરસાદ
વિસાવદરમાં 20 ઈંચ
મેંદરામાં 12 ઇંચ
ભેસાણ 14 ઇંચ
વંથલી 15 ઇંચ

    follow whatsapp

    ADVERTISEMENT