જૂનાગઢ જિલ્લામાં સિંહ અને દીપડા વચ્ચે ખેલાયું યુદ્ધ, ઇનફાઇટમાં દીપડાનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news
ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગીર વિસ્તારમાં સિંહ અને દીપડા છાસવારે જોવા મળતા હોય છે. આ દરમિયાન દીપડાનો આતંક અનેક વખત જોવા મળી છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં મોટા હડમતીયા ગામે દીપડાએ આંટાફેરાથી ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન સિંહ અને દીપડો બંને એક સાથે હડમતીયામાં જોવા મળ્યા હતા. ત્યારે દીપડાનું વન્યજીવ સાથે ઇનફાઇટમાં  મોત થયું છે.
 જૂનાગઢ જિલ્લામાં મોટા હડમતીયા ગામે દીપડાએ આંટાફેરા શરૂ કરતાં ગામલોકોમાં ડરનો માહોલ હતો. લોકો પોતાના બાળકોને શાળાએ મોકલતા પણ ડરી રહ્યા હતા. એવામાં છેલ્લા બે દિવસથી સિંહના આંટાફેરા શરૂ થતાં લોકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા હતા.દીપડો અને સિંહ બન્ને ગામની વચ્ચે આવી આંટા મારતા હોય દિવસે પણ નીકળવું મુશ્કેલ બન્યું હતું.  આ દરમિયાન દીપડાની વન્યજીવ સાથે ઇનફાઇટ થઈ હતી. જેમાં તેમનું મોત નીપજ્યું છે.
ગામ લોકોમાં ભયનો માહોલ
વન વિભાગ અધિકારી જાડેજાના જણાવ્યા  મુજબ દીપડાનું મોત વન્યજીવ સાથે ઈન્ફાઈટ ના કારણે જ થયું છે. હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરી અગ્નિદાહ આપવામાં આવેલ છે. મોટા હડમતીયા ગામમાં અવારનવાર સિંહ અને દીપડા આવતા હોય છે. પરંતુ હમણાં જંગલમા ઠંડી વધુ હોવાથી વન્યજીવો ગામડાઓમાં કે, ખુલ્લા મેદાનમાં બેસતા હોય છે. ગામડાં પશુના શિકાર પણ આસાનીથી મળી જતા હોય વન્યજીવો ગામમાં રહેતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT