તલાટી-જુનિયર ક્લાર્કની ખાલી જગ્યા માટેનું વેઇટીંગ લિસ્ટ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી

ADVERTISEMENT

provisional merrit list of Junior Cleark and talati
provisional merrit list of Junior Cleark and talati
social share
google news

Waiting list and provisional merit list for Talati-Junior Clerk : તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પંચાયતી સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

તલાટી તથા જુનિયર ક્લાર્ક સંવર્ગમાં જે કેટેગરીમાં ઉમેદવારો ખૂટતા હતા તેટલા જ ઉમેદવારોનું DV લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.

— Hasmukh Patel (@Hasmukhpatelips) December 27, 2023

તલાટી અને જુનિયર ક્લાર્ક માટે વેઇટિંગ લિસ્ટ જાહેર

હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટથી ભરવામાં આવશે. ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. આ ઉમેદવારોનું 3rd એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લીસ્ટ પ્રસિદ્ધ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય એક ટ્વીટમાં તેમણે જણાવ્યું કે, તલાટી અને જુનિયર ક્લાર્કના વેઇટિંગની કામગીરી પુર્ણ થતાની સાથે જ mphw (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર)ની વેઇટિંગ લિસ્ટ પર કામગીરી શરૂ કરવામાં આવશે.

ADVERTISEMENT

MPHW ની કામગીરી પણ ટુંક જ સમયમાં શરૂ કરવામાં આવશે

પટેલે ટ્વીટમાં જણાવ્યું કે, તલાટીના ખુટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ વેઇટિંગ લિસ્ટ બહાર પડાશે. અગાઉ ફાળવાયેલા જિલ્લાના ઉમેદવારો સહિત તમામ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહાત્મા મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને 3014 તલાટી કમ મંત્રી અને 998 જુનિયર ક્લાર્કને નિમણુંક પત્ર ફાળવાયા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતા વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે તથા અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવેલ ઉમેદવારો સહિત તમામ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવશે.

— Hasmukh Patel (@Hasmukhpatelips) December 27, 2023

 

તલાટી અને જુ ક્લાર્ક ની ખાલી જગ્યાઓ વેઇટીંગ લિસ્ટથી ભરવા માટે ખૂટતા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 3rd એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે .

— Hasmukh Patel (@Hasmukhpatelips) December 27, 2023

    follow whatsapp

    ADVERTISEMENT