JUNAGADH માં મતદાન કરો અને 25 ટકા ડિસ્કાઉન્ટ મેળવો
ભાર્ગવી જોશી/જૂનાગઢ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે. 1 ડિસેમ્બર, 2022 ના રોજ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ ચૂંટણીમાં મતદાન કરનાર મતદાતાઓ માટે…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી/જૂનાગઢ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે. 1 ડિસેમ્બર, 2022 ના રોજ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ ચૂંટણીમાં મતદાન કરનાર મતદાતાઓ માટે મતદાન જાગૃતિ ચૂંટણી પંચ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બીજી તરફ જૂનાગઢની એક રેસ્ટોરન્ટ પણ નવતર અભિગમ સાથે આવી છે. આ રેસ્ટોરન્ટ દ્વારા મતદાન જાગૃતિ અને મતદાતાઓને પ્રોત્સાહન માટે અનોખી યોજના જાહેર કરવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન કરનારા લોકોને મળશે ડિસ્કાઉન્ટ
ખાનગી રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું કે, અમારૂ મતદાન પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે છે. મતદાન કરનાર દરેક મતદાતાઓને તેમને ત્યાં આવતા ભોજન અર્થે કસ્ટમરને મતદાન કર્યાનું નિશાન બતાવીએથી તેમના બિલમાં 25% ની રાહત કરી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેસ્ટોરન્ટ સૌરાષ્ટ્રની મોટી થાળી ગણાતી કુંભકર્ણ થાળી પણ મળી હશે. જેમાં 35 પ્રકારના વ્યંજનો અને 10 કિલો વજન થાય તેવડી થાળી પણ તેઓ ગ્રાહકોને પીરસે છે.
હોટલમાં રહેલી તમામ વસ્તુ પર ડિસ્કાઉન્ટ મળશે
આ ઉપરાંત ગુજરાતી થાળી ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ, પાવભાજી જેવા વિવિધ પ્રકારના ભોજનમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગ્રાહકોએ પોતે મતદાન કર્યું છે તેના પુરાવા સ્વરૂપે મતદાનની શાહી હોય તેવી આંગળી દેખાડવાની રહેશે. તેમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT