વિસનગર ચકચારી હત્યાકાંડ, મૃતક યુવતીના પરિવારનું જીગ્નેશ મેવાણી સામે હાથ જોડી આક્રંદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મહેસાણા-વિસનગર હાઈવે પર બાસણા ગામના પાટિયા પાસે ખેતરમાંથી ગઈકાલે યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અજાણી યુવતીનો આ રીતે વિકૃત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. યુવતી મહેસાણાના એક મોલમાં નોકરી કરતી હતી. નોકરી બાદ ઘરે જવા નીકળી હતી પરંતુ ત્યારથી અચાનક ગુમ થઈ ગઈ હતી. બે દિવસ બાદ યુવતીની લાશ એરંડાના ખેતરમાં નગ્ન હાલતમાં મળી હતી. લાશથી 500 મીટર દૂર યુવતીના કપડા અને બેગ મળી આવ્યા હતા. ત્યારે આજે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલમાં લવાયો હતો.

જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારે યુવતીના પરિજનોએ જીગ્નેશ મેવાણી સામે હાથ જોડીને આક્રંદ કરી મૂક્યો હતો. પરિવારે આ સાથે દીકરીના હત્યારાને જ્યાં સુધી પકડી લેવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

શું હતો મામલો?
વિસનગરના વાલમ ગામે રહેતી યુવતી મહેસાનાના મોલમાં નોકરી કરતી હતી. ગત 25મી એપ્રિલ યુવતી નોકરી માટે સવારે ઘરેથી નીકળી હતી. સાંજે ઘરે આવવા તે નીકળી આ સમયે તે પોતાની મમ્મી અને બહેન સાથે ફોનમાં વાત કરી રહી હતી. અચાનક તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. જે બાદ પરિવારે સરપંચને જાણ કરતા પોલીસમાં યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે બે દિવસ બાદ યુવતીની બાસણા ગામ પાસે એરંડાના ખેતરમાંથી લાશ મળી આવતી હતી. જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ADVERTISEMENT

ખેતરમાંથી યુવતીની લાશ મળી
ઘટનાસ્થળે યુવતીનો મૃતદેહ વિકૃત હાલતમાં નગ્ન અવસ્થામાં મળ્યો હતો અને અડધું શરૂર કોઈ જાવનરે કરડી ખાધેલી હાલતમાં હતો. હાલમાં પોલીસે દુષ્કર્મની શંકાએ હત્યાનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં યુવતીનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે વધુ ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ થઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT