દલિત દીકરીના ન્યાય માટે સમાજ કાઢશે રેલીઃ વિસનગરમાં યુવતીની નગ્ન લાશ મળતા લોકો ન્યાય માટે મેદાને
મહેસાણાઃ મહેસાણા-વિસનગર હાઈવે પર આવેલા બાસણા ગામના પાટિયા પાસે ખેતરમાંથી દલિત પરિવારની એક યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનો દેહ વિકૃત હાલતમાં મૃતદેહ…
ADVERTISEMENT
મહેસાણાઃ મહેસાણા-વિસનગર હાઈવે પર આવેલા બાસણા ગામના પાટિયા પાસે ખેતરમાંથી દલિત પરિવારની એક યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનો દેહ વિકૃત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાના દિવસો વિતી રહ્યા છે પણ આરોપીઓ હાથે લાગતા નથી તેને લઈને પરિવાર ભારે નારાજ થયો હતો. ગઈકાલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની સામે જ પરિવારે ચોંધાર આંસુ વહાવ્યા હતા. હવે આ મામલાને લઈને સમાજમાં પણ આક્રોશ દેખાઈ રહ્યો છે. સમાજ આજે આ મામલાને લઈને વિસનગરમાં રેલી પણ કાઢવાનો છે.
સમાજ પરિવારની સાથે જોડાયો
વિસનગરના બાસણા પાટીયા પાસેથી દલિત સમાજની એક દીકરીની નગ્ન લાશ મળી આવી હતી. આ યુવતી મહેસાણાના એક મોલમાં નોકરી કરતી હતી. નોકરી બાદ ઘરે જવા નીકળી હતી પરંતુ ત્યારથી અચાનક ગુમ થઈ ગઈ હતી. બે દિવસ બાદ યુવતીની લાશ એરંડાના ખેતરમાં નગ્ન હાલતમાં મળી હતી. લાશથી 500 મીટર દૂર યુવતીના કપડા અને બેગ મળી આવ્યા હતા. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલમાં લવાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ અમદાવાદ સિવિલ ખાતે પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારે યુવતીના પરિજનોએ જીગ્નેશ મેવાણી સામે હાથ જોડીને આક્રંદ કરી મૂક્યો હતો. પરિવારે આ સાથે દીકરીના હત્યારાને જ્યાં સુધી પકડી લેવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી. હવે આ મામલામાં સમાજ પણ પરિવારની સાથે આવ્યો છે. પોલીસે તાત્કાલીક ધોરણે અસરકારક કામગીરી બતાવી આરોપીઓને જેલના હવાલે કરવામાં આવે અને દીકરીને ન્યાય મળે તે માટે સમાજે પણ અવાજ ઉઠાવ્યો છે. આજે વિસનગરમાં આ ઘટનાને લઈને સમાજ રેલી યોજવાની તૈયારીઓમાં છે.
ગુજરાતમાં તૂટ્યા નરેન્દ્ર મોદીના સપનાઃ શૌચાલયમાં એવું ધુપ્પલ કે તંત્રને શરમ પણ ન આવી
શું હતો મામલો?
વિસનગરના વાલમ ગામે રહેતી યુવતી મહેસાનાના મોલમાં નોકરી કરતી હતી. ગત 25મી એપ્રિલ યુવતી નોકરી માટે સવારે ઘરેથી નીકળી હતી. સાંજે ઘરે આવવા તે નીકળી આ સમયે તે પોતાની મમ્મી અને બહેન સાથે ફોનમાં વાત કરી રહી હતી. અચાનક તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. જે બાદ પરિવારે સરપંચને જાણ કરતા પોલીસમાં યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે બે દિવસ બાદ યુવતીની બાસણા ગામ પાસે એરંડાના ખેતરમાંથી લાશ મળી આવતી હતી. જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ADVERTISEMENT
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં…?
ફોરેન્સીક રિપોર્ટનો પ્રાથમિક અહેવાલ સામે આવતા ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ કહે છે કે, શરીર પર મલ્ટિપલ ઈજાઓ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ડિટેઈલથી વિગતો જાણવા મળી નથી પરંતુ ગળું દુપટ્ટાથી દબાવી દીધું છે. તેની કરોડરજ્જુ અને ગળાના ભાગના જોઈન્ટમાં મલ્ટી ક્રેક્સ છે. માથામાં પણ ઈજાઓના નિશાન છે. જોકે દુષ્કર્મ અંગે સ્થિતિ એવી છે કે મૃતદેહને24 કલાકથી વધુ સમય થઈ ગયો છે તેથી પ્રારંભીક ધોરણે આ બાબત સામે આવુી નથી પણ તબીબે વિશેરા પણ મેળવ્યા છે. લેબોરેટરી ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. સમગ્ર પૃથક્કરણ પછી જ દુષ્કર્મ છે કે કેમ તેની સચોટ વિગત સામે આવી શકે.
ખેતરમાંથી યુવતીની લાશ મળી
ઘટનાસ્થળે યુવતીનો મૃતદેહ વિકૃત હાલતમાં નગ્ન અવસ્થામાં મળ્યો હતો અને અડધું શરૂર કોઈ જાવનરે કરડી ખાધેલી હાલતમાં હતો. હાલમાં પોલીસે દુષ્કર્મની શંકાએ હત્યાનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં યુવતીનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે વધુ ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ થઈ શકે છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ કામિની આચાર્ય, મહેસાણા)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT