વિશ્વગુરુ લેવલઃ ભર ચોમાસે મહીસાગરમાં પાણીની બુમરાણ, તંત્ર સામે મહિલાઓ આકરા પાણીએ
મહીસાગરઃ ઉનાળામાં આપણે ત્યાં પીવાના પાણીની બુમરાણો ઘણી પડે છે. ભલે તંત્ર અને સાહેબ બુમો પાડતા હોય કે ઘરઘર નળ અને નલ સે જલ વગેરે…
ADVERTISEMENT
મહીસાગરઃ ઉનાળામાં આપણે ત્યાં પીવાના પાણીની બુમરાણો ઘણી પડે છે. ભલે તંત્ર અને સાહેબ બુમો પાડતા હોય કે ઘરઘર નળ અને નલ સે જલ વગેરે વગેરે, જોકે નળ નાખ્યા છતા પાણી ના આવતા હોવાના પણ ઘણા કિસ્સા છે, પણ આપણે અહીં એક આશ્ચર્યજનક બાબતે વાત કરવા જઈ રહ્યા છે કે ગુજરાતમાં આ વિસ્તારની મહિલાઓ હાલ ભર ચોમાસે પણ પીવાના પાણીને લઈને પરેશાન છે. ચોમાસામાં પણ મહિલાઓ દ્વારા પીવાના પાણીના પ્રશ્નને લઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવો પડે તે કાંઈક અલગ જ લેવલની વાત થઈ જાય છે.
ધરણા કરવાની પણ મહિલાઓની તૈયારી
હાલમાં વિશ્વગુરુ બન્યાના બણગાં ફૂકતા ઘણા લોકો આપણને જ્યાં ત્યાં ભટકાઈ જાય છે પરંતુ આ લોકોની સામે જ્યારે આવી ઘટનાઓ આવે છે ત્યારે કામને બદલે ધર્મના મામલાઓ લઈને બેસી જતા પણ આપણે જોયા હશે. જોકે ખેર હાલ સ્થિતિની વાત કરીએ તો મહીસાગરમાં લુણાવડામાં ભર ચોમાસે પાણીનો પોકાર સાંભળવા મળ્યો છે. લુણાવાડા નગરપાલિકા વોર્ડ નં. 7 અને 2ની બહેનો દ્વારા નગરપાલિકા સામે હલ્લાબોલ કરવામાં આવ્યું છે. પાણી નહીં મળતા મહિલાઓ આકરા પાણીએ થઈ હતી.
ટમેટાથી આંતરરાષ્ટ્રીય કંપની પણ પરેશાન, પોતાની તમામ પ્રોડક્ટમાંથી ટમેટા હટાવ્યા
લુણાવાડા નગરપાલિકાનો ઘેરાવો કરી આ મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ચીફ ઓફિસ સહિત પાણી વિભાગના કર્મચારીઓની હાય હાય બોલાવી હતી. છેલ્લા અઠવાડિયાથી વોર્ડ સાતના વાવાના મુવડા વિસ્તારમાં તેમજ વોર્ડ બેના વિસ્તારોમાં પાણી નહીં મળતા મહિલાઓ રણચંડી બની હતી. જો પાણી નહીં મળે તો મહિલાઓએ પાલિકાએ ધરણા પર બેસવાની તૈયારી બતાવી હતી. વોર્ડ 2ની મહિલાઓ ચીફ ઓફિસરનો ઘેરાવો કરી પાણી આપવા માગ કરી હતી.
ADVERTISEMENT
વિશ્વગુરુ લેવલ પર મોટર બળી જવાની ઘટના વારંવાર
બીજી તરફ લુણાવાડા ચીફ ઓફિસર દ્વારા અવાર નવાર મોટર બળી જવાનું રટણ કરી રહ્યા છે ત્યારે મહિલાઓ પાણી આપો પાણી આપો ના નારા લગાવી રહ્યા છે. છેલ્લાં બે મહીનાથી મોટર બળી જવાની ઘટના અવાર નવાર બનવાથી નગર જનો ભાર ચોમાસે પાણી વગર વલખાં મારી રહ્યા છે. પાણી કયારે મળશે તે એક મોટો સવાલ ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વગુરુના બણગાં ફૂંકતા લોકો માટે અહીં આશ્ચર્ય એ વાતનું હોઈ પણ શકે છે કે વિશ્વગુરુ લેવલ પર મોટર બળી જવાની ઘટના વારંવાર બની રહી છે.
(ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર)
ADVERTISEMENT
ADVERTISEMENT