વિપુલ ચૌધરીનો આર્થિક વહીવટ દળદળ છે, જેટલી તપાસ કરો તેટલા કૌભાંડ નિકળી રહ્યા છે:ACB

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ચૌધરી પરિવારનાં 800 કરોડ રૂપિયાનાં કથિક કૌભાંડમાં હવે એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા એક પછી એક પત્તા ખોલવાની શરૂઆત કરી છે. ચૌધરી પરિવારનાં 21 અને તેમના દ્વારા સ્થાપિત કંપનીઓનાં 66 બેન્ક એકાઉન્ટની વિગતોની તપાસમાં ચોંકાવનારા આર્થિક વ્યવહારોના ખુલાસા થયા છે. દીકરાનાં નામે 8 કરોડ રૂપિયાનું ટેક્સાસમાં ઘર ખરીદવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી હતી. જેના પગલે હવે આ કેસમાં ઇડી દ્વારા પણ તપાસ કરવામાં આવશે.

વિપુલ ચૌધરી પરિવારના ભાગેડુ પરિવાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ માટેની કાર્યવાહી
વિપુલ ચૌધરીના ફરાર દીકરા અને તેમની પત્ની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિપુલ ચૌધરી દ્વારા સ્થાપિત 4 કંપનીઓ તો માત્ર કાગળ પર જ હતી. તેના આઇટી રિટર્ન ભરવામાં આવે છેપણ આ કંપનીની કોઇ ઓફીસ જ નથી. 26 પાનકાર્ડના આધારે IT પાસેથી પણ વિગતો મંગાવવામાં આવી છે. આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો, ઇડી અને આઇટી દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવશે.

ચૌધરી પરિવારના 21 સહિત કુલ 60 બેન્ક એકાઉન્ટની તપાસ
એસીબી ડીવાયએસપી આશુતોષ પરમારના અનુસાર, વિપુલ ચૌધરીના ખાતા તપાસમાં અનેક ઘટસ્ફોટો ઘયા છે. ચૌધરીના 5 બેંક એકાઉન્ટમાંથી 250 કરોડનાં વ્યવહારો થયા છે. વિપુલ ચૌધરીના પોતાના 5, પત્નીના 10 અને પુત્રના 6 એકાઉન્ટ સહિત કુલ 66 બેન્ક એકાઉન્ટની તપાસ ચલાવાઇ રહી છે. આ ઉપરાંત તેના બેંક લોકરની પણ તપાસ કરવામાં આવશે. ઇન્કમટેક્સ પાસે અનેક માહિતી છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે. પત્ની અને પુત્ર ફરાર છે હાલ તે વિદેશ ન ભાગી જાય તે માટે લુકઆઉટ નોટિસની કાર્યવાહી પણ ચાલી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT