ડાકોરના રણછોડરાયજી મંદિરમાં VIP દર્શન બંધ, હવે પૈસા આપીને કોઈ ભક્તને દર્શન નહીં કરાવાય
Dakor News: ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોર મંદિરમાં (Dakor Temple) શરૂ કરાયેલા VIP દર્શનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મંદિર કમિટી દ્વારા VIP…
ADVERTISEMENT
Dakor News: ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોર મંદિરમાં (Dakor Temple) શરૂ કરાયેલા VIP દર્શનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મંદિર કમિટી દ્વારા VIP દર્શનનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે. મહિના અગાઉ મંદિર ટ્રસ્ટ દ્વારા ડાકોરમાં રૂ.500 લઈને ભગવાનના નજીકથી દર્શન કરવાનો નિર્ણય લેવાયો હતો. જે બાદ ભારે વિરોધ થયો હતો.
મંદિરમાં VIP દર્શન બંધ
ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં મંદિર કમિટીના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા VIP દર્શન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ભગવાનના નજીકથી દર્શન કરવા માટે ભક્તોએ રૂ.500 અને 250 ચૂકવવાનો નિર્ણય અગાઉ લેવામાં આવ્યો હતો. હવે આ નિર્ણય પરત ખેંચવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
અગાઉ ભક્તો દ્વારા કરાયો હતો વિરોધ
નોંધનીય છે કે, અગાઉ મંદિર કમિટી દ્વારા VIP દર્શનનો ચાર્જ નક્કી કરવામાં આવતા હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભક્તો દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT