'લંપટ સાધુને ભગાવો-સંપ્રદાય બચાવો' વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોનો ઉગ્ર વિરોધ

ADVERTISEMENT

VADTAL MANDIR
VADTAL MANDIR
social share
google news

વડોદરામાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ અને અન્ય સંતોના ખરાબ વીડિયો સામે આવ્યા બાદ હરીભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાંથી હરિ ભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા છે અને વિવિધ લખાણના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 

વડતાલ મંદિરમાં હરીભક્તોનો વિરોધ

આજે સુરત સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા છે  અને મંદિરના પરિસરમાં વિવિધ લખાણના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.  હરિભક્તોની  એક જ માંગ છે કે, ગુનામાં સંકળાયેલા સાધુઓ સામે કાયદેસરના પગલા ભરવામાં આવે. તેઓને જેલની સજા થાય અને નિર્દોષને ન્યાય મળે તેવી અમારી માંગ છે. 

અમારે બહાર નીકળવું મુશ્કેલ બન્યુઃ હરિભક્ત

આ મામલે હરિભક્તે કહ્યું કે, અમારે બહાર નીકળવુ મુશ્કેલ થઈ રહ્યું છે. આવા લંપટોના કારણે લોકો અમારા પર આંગળીઓ ઉઠાવી રહ્યા છે. જો ન્યાય નહીં મળે તો અમારે એ પગલા પણ લેવા પડશે.

ADVERTISEMENT

આવા બધાને કાઢવા અમે એક થયા છીએઃ હરિભક્ત

ભગવાનના કપડા પહેરીને શૈતાન પેદા થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે કલંક રૂપ છે. આવા બધાને સંપ્રદાયમાંથી કાઢવા માટે અમે એક થયા છીએ. વડતાલના તાબાના વડોદરા અને ગઢડા મંદિરના કેટલાક સાધુઓ દ્વારા ખરાબ કામ કરવામાં આવી રહ્યા છે. એક સાધુ નાના બાળક સાથે ખરાબ કામ કરે છે, જ્યારે બીજા એક સાધુ બાથરૂમમાં એક બાળક સાથે ખરાબ કામ કરે છે. તો વડોદરા મંદિરના ત્રણ સાધુ એક છોકરી ઉપર દુષ્કર્મ ગુજારે છે.

 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT