લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલીનું આયોજન, પ્રવાસીઓ સેલ્ફી લેવા ઉમટી પડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: હેરિટેજ કારનો એશિયાનો સૌથી મોટો કાર શો વડોદરામાં શુક્રવારથી યોજાવાનો છે. આ શો અંતર્ગત આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલી યોજાઈ હતી. જેમાં ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારોની 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે.

હેરિટેજ કારનો એશિયાનો સૌથી મોટો કાર શો વડોદરામાં યોજાઈ રહ્યો છે . આ શો અંતર્ગત આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલીનું આયોજન થયું હતું.આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો દેશના જાણીતા ઉદ્યોગપતિઓની કાર્સ પણ રેલીમાં જોડાઈ હતા

આ ઉધ્યોગપતિઑની કારનો થયો સમાવેશ 
આ ઉદ્યોગપતિઓમાં ગૌતમ સિંઘાનિયા( પેકાર્ડ 1107 કૂપ રોસ્ટર), હર્ષ પતિ સિંઘાનિયા, હર્ષવર્ધન રૂઇઆનો સમાવેશ થાય છે. દિલ્હીના જાણીતા એડવોકેટ અને કાર કલેક્ટર દિલજિત ટિટસની પણ કાર આ રેલીમાં જોડાઈ. આ ઉપરાંત ગુજરાતની પણ કેટલીક કાર્સ, જેમાં આ કાર રેલીના આયોજક અને દેશના જાણીતા હેરિટેજ કાર માલિકો એ જણવ્યું હતું કે  કે આ રેલી કેવડિયા ખાતે પહોંચીને બે કલાકના રોકાણ બાદ બપોરે એક વાગ્યાના સુમારે પરત ફર્યા હતા.

ADVERTISEMENT

 પ્રવાસીઓની  વિન્ટેજ કાર સાથે સેલ્ફી લેવા પડાપડી 
આજે સવારે 10.30 વાગે તમામ કાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામ કારનું  પ્રદર્શન  રાખવામાં આવ્યું હતું.  જેને જોવા માટે મોટી સંખ્યા માં પ્રવાસીઓ પણ ઉમટ્યા હતા.  અને પ્રવાસીઓએ કાર સાથે ફોટા પણ પડાવ્યા હતા આ પ્રદર્શનમાં 1948ની બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કૂપ, 1932ની લોન્સિયા અસ્ટુરા પિનિનફેરિના, 1930ની કેડિલેક વી-16, 1928ની ગાર્ડનર વગેરે કાર જોવા મળી હતી . ત્યારે વિન્ટેજ કાર લઈ આવેલ કાર ચાલકો એ  જણવ્યું હતું કે આ જૂની કાર છે જેમને પોતાના દીકરા ની જેમ સાચવી રહ્યા છે. અને જે ઘરના એક સદસ્ય તરીકે રાખે છે.  કેટલાકે તો પોતાના જીવનમાં લગ્નથી માંડી પોતાના બાળકો પણ આજ કારમાં ફરી રહ્યા છે

એશિયાનો સૌથી મોટો વિન્ટેજ કારનો શૉ 
આવતીકાલે  એશિયાનો સૌથી મોટો વિન્ટેજ કારનો શૉ  યોજાશે. આ શૉ અંતર્ગત આજે  સવારે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતેથી વિન્ટેજ કાર રેલીનું પ્રસ્થાન  કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ કાર રેલીમાં  105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. આ રેલીમાં વર્ષ 1902ની સૌથી જૂની પેકાર્ડ કાર અને સૌથી લેટેસ્ટ વર્ષ 1975ની આલ્ફા રોમિઓ કાર પણ જોડાઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT