‘આવા તત્વોને ભારતમાંથી પાકિસ્તાન મોકલી દેવા જોઈએ’, મૌલાનાના ભડકાઉ ભાષણ બાદ વિજયદાસ મહારાજ લાલઘુમ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ
  • આવતીકાલે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે
  • વિજયદાસ મહારાજની પ્રતિક્રિયા સામે આવી

Mufti Salman Azhari : જૂનાગઢમાં ભડકાઉ ભાષણના આરોપમાં ગુજરાત ATS દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Mufti Salman Azhari)ની મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. મુફ્તી સલમાન અઝહરીને આવતીકાલે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જૂનાગઢમાં મૌલાના મુફતી દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવતા સાધુ-સંતો લાલઘુમ થઈ ગયા છે. આ મામલે એકબાદ એક સાધુ-સંતોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. હવે આ મામલે ડાકોર દંડી આશ્રમના વિજયદાસ મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, આવા તત્વોને ફાંસીની સજા થવી જોઈએ અથવા તો ભારતમાંથી બરતરફ કરી પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.

સરકારના પગલાથી અમે ખુશ છીએઃ વિજયદાસ મહારાજ

ડાકોર દંડી આશ્રમના મહારાજ વિજયદાસ મહારાજે જણાવ્યું કે, જૂનાગઢમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જે બફાટ કર્યો છે અને કોમી વૈમનસ્ય ફેલાવવાનું બહું મોટું ષડયંત્ર કર્યુ છે ત્યારે સરકારે જે પગલા ભર્યા છે, તેનાથી ખરેખર અમે ખુશ છીએ.

‘આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ’

તેઓએ જણાવ્યું કે, મૌલાના મુફ્તી જેવા જે લોકો હિન્દુ અને મુસ્લિમોને લડાવવાનું કામ કરે છે, મોલાના મુફ્તી જેવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જે પણ હિન્દુ વિરોધી તત્વો હોય, સનાતન ધર્મ અને ભારતની અખંડીતતાને ખંડિત કરનારા તત્વો હોય એમને ફાંસીની સજા આપવી જોઈએ અથવા તો ભારતમાંથી બરતરફ કરી પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.

ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો?

મૌલાનાએ બુધવારે જૂનાગઢમાં એક ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ADVERTISEMENT

જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ

આ કેસમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. અઝહરી સહિત ત્રણ લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના સામે IPCની કલમ 153 B અને 505 (2) અંતર્ગત કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં મલિક અને હબીબની ધરપકડ કરાઈ હતી. તો ગુજરાત એટીએસએ મુંબઈના ઘાટકોપરથી મૌલાનાની ધરપકડ કરી હતી.

ADVERTISEMENT

(ઈનપુટઃ હેતાલી શાહ)

 

    follow whatsapp

    ADVERTISEMENT