RAJKOT માં રૂપાણી પાટિલનો ગજગ્રાહ સ્ટેજ પર જોવા મળ્યો? અણગમો સ્ટેજ પર આવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : ગુજરાતમાં ચૂંટણીમાં નજીકમાં આવી રહી છે. તેવામાં ચૂંટણી ધમાસાણ પણ તેજ થઇ રહ્યું છે. હવે ધીરે ધીરે ભાજપ પણ કોંગ્રેસનાં રસ્તે જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નેતાઓના આંતરિક વિખવાદ હવે ન માત્ર ચરમસીમાએ પહોંચ્યા છે પરંતુ ખુલીને આ નેતાઓ તેને વ્યક્ત કરતા પણ ખચકાતા નથી.

રાજકોટ સભા પહેલા જ ભજવાઇ ગયું નાટક
આજે વડાપ્રધાન મોદી રાજકોટમાં એક વિશાળ જનસભા સંબોધિત કરી રહ્યા હતા. જો કે આ જનસભા પહેલા તમામ પદાધિકારીઓ સ્ટેજ પર હાજર રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સ્ટેજ પર હાજર હતા. જો કે આ બંન્ને વચ્ચેનો કલેશ ફરી એકવાર જાહેરમાં જોવા મળ્યો હતો. આજે જામકંડોરણામાં સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સ્ટેજ પર પહોંચ્યા હતા.

તમામ પદાધિકારીઓ ઉભા થઇને પાટિલનું અભિવાદન કર્યું
સી.આર પાટિલને આવકારવા માટે સ્ટેજ પર ઉપસ્થિત સાંસદ મોહન કુંડારીયા, સાંસદ રામ મોકરીયા, સાંસદ વિનોદ ચાવડા, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય સહિતના નેતાઓ અને પદાધિકારીઓ ઉભા થઇને અભિવાદન કરવા માટે એક પછી એક તેમની પાસે ગયા હતા. જો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એકમાત્ર તેમની જગ્યા પર જ બેઠા રહ્યા હતા. પાટિલને મળવા માટે ઊભા થયા ન હતા. તેમજ તેમની સામે નજર પણ મિલાવી ન હતી. જાણે પાટિલ કોઇ મગતરું હોય તે પ્રકારે સંપુર્ણ અવગણના કરી હતી.

ADVERTISEMENT

રૂપાણીની કારકિર્દી ખતમ કરવામાં પાટિલનો હાથ હોવાનો સુત્રોનો દાવો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ વચ્ચે મનમેળ ન હોવાનું સાંભળવા તો અનેકવાર મળ્યું હતું પરંતુ આજે આ ઘટના સ્પષ્ટ રીતે સ્ટેજ પર ભજવાઇ પણ હતી. રૂપાણી પોતે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા હોવા છતા પાટિલે તેનું પત્તુ કાપવા માટે પંજાબના ઓબ્ઝર્વર બનાવી દેવાયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT