VIDEO: શું પાવાગઢને બનાવાશે જિલ્લો? કુંવરજી બાવળિયાએ સ્ટેજ પર આપેલું નિવેદન વાયરલ
Kunvarji Bavaliya Statement: ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો પાવાગઢ દર્શન કરવા માટે આવે છે.
ADVERTISEMENT
Kunvarji Bavaliya Statement: ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો પાવાગઢ દર્શન કરવા માટે આવે છે. તો નવરાત્રી દરમિયાન તો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાકાળી માતાજીના ધામમાં દર્શનાર્થે આવે છે. ત્યારે પાવાગઢને અલગ જિલ્લો બનાવવામાં આવે તેવી અટકળો ઘણા સમયમાં પંચમહાલમાં ચાલી રહી છે. આ વચ્ચે હવે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું એક નિવેદન મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
પંચમહાલને બદલે પાવાગઢને કહ્યો જિલ્લો
પાવાગઢમાં સિટી સિવિક સેન્ટર્સના ઈ-લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના વક્તવ્યમાં પંચમહાલ જિલ્લાને બદલે પાવાગઢ જિલ્લાનો ઉલ્લેખ કર્યો હતો. પંચમહાલથી પાવાગઢને અલગ જિલ્લો અલગ કરવાની ભારે ચર્ચાઓ વચ્ચે કુંવરજી બાવળિયાના નિવેદનથી ભારે ચર્ચાઓ જાગી છે.
મંત્રીના નિવેદનથી ચર્ચાએ જોર પકડ્યું
કુંવરજી બાવળિયાએ જાણી જોઈને જ પાવાગઢ જિલ્લાનો ઉલ્લેખ કર્યો કે ભૂલથી ઉલ્લેખ થયો તે અંગે પણ હાલોલ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. નવો જિલ્લો બનવાની અટકળો છેલ્લા કેટલાક સમય પંચમહાલમાં ચાલી રહી છે ત્યારે કુંવરજીનું નિવેદન મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
ADVERTISEMENT
કુંવરજી બાવળિયાએ શું કહ્યું?
ADVERTISEMENT