રાજકોટનો ખતરનાક Video: ધસમસતા પાણીની મસ્તી કરવામાં બે શખ્સો તણાયા
નીલેશ શિશાંગિયા.રાજકોટઃ આપણે ત્યાં આમ પણ વડીલો કહેતા કે વહેતા પાણી સાથે ક્યારેય મજાક કરવી નહીં, આવી જ શીખામણ જો આ બંને વ્યક્તિઓને મળી ગઈ…
ADVERTISEMENT
નીલેશ શિશાંગિયા.રાજકોટઃ આપણે ત્યાં આમ પણ વડીલો કહેતા કે વહેતા પાણી સાથે ક્યારેય મજાક કરવી નહીં, આવી જ શીખામણ જો આ બંને વ્યક્તિઓને મળી ગઈ હોત અને તેઓ શીખામણ પ્રમાણે વર્ત્યા હોત તો આજે જીવનની સટાસટીનો જંગ ના થયો હોત. રાજકોટના ધોરાજીનો એક હચમચાવી મુકનારો વીડિયો સામે આવ્યો છે જેમાં પૂરના ધસમસતા પાણી સાથે મસ્તી કરવામાં બે વ્યક્તિ તણાવા લાગ્યા હતા. આ વીડિયોમાં કેટલાક લોકો બુમરાણ પણ મચાવે છે તો કેટલાક હસી ઉડાવતા પણ સંભળાય છે. જોકે ગમે તેમ પણ આ વીડિયો કરુણ છે અને ચોંકાવનારો છે.
એક વ્યક્તિનો બચાવ અન્ય એક ના મળ્યો
રાજકોટ ધોરાજીના છાડવાવદરમાં આજના વરસાદના પાણીના પુરમાં મસ્તી કરતા બે શખ્સો પુરમાં તણાયા હતા. એકને તરતા પણ આવડતું ન હતું તેનો અત્તો પતો પણ મળી રહ્યો નથી, NDRFની ટીમ તેને હવે શોધી રહી છે. બંને યુવાનો ભોલગામડાના વતની હોવાનું સામે આવ્યું છે. તેઓ આજ રોજ સોમવારના બપોર પછી ૫ થી ૬ ઇંચ જેટલો વરસાદ ત્રાટકતા પૂર આવી ગયું હતું અને તે પાણીમાં મસ્તી કરવામાં જોત જોતામાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. તેમાં હાલ એકનો આબાદ બચાવ થયો છે. પણ એક હજી લાપત્તા છે. આ બનાવ સાંજે ૫.૩૦ થી ૬ વાગ્યનો બન્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT