VIDEO: PM મોદી પોતાના માતાને યાદ કરીને રડી પડ્યાં, કહ્યું તેઓએ ખુબ મહેનત કરી હતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : હીરા બાની તબિયત કથળતા તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને કફ થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હાલ પીએમ પણ દિલ્હીથી અમદાવાદ આવવા માટે રવાના થઇ ચુક્યાં છે. આ ઉપરાંત મુખ્યમંત્રીથી માંડીને આરોગ્ય મંત્રી, ધારાસભ્યો, ગુજરાતના મુખ્યસચિવ સહિતનો સ્ટાફ યુ.એન મહેતા હોસ્પિટલમાં હાજર છે.

વડાપ્રધાન મોદીના આગમન પહેલા પોલીસ તંત્ર એલર્ટ, જાણો શું લેવામાં આવ્યા પગલાં

PM એરપોર્ટથી સીધા જ યુએન મહેતા હોસ્પિટલ પહોંચશે
પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ હોસ્પિટલ પહોંચશે. જો કે પીએમ મોદી જ્યારે ફેસબુકના સીઇઓ માર્ક જકરબર્ગ સાથેના એક સંવાદમાં પોતાના માતાનો સંઘર્ષ યાદ કરીન રડી પડ્યાં હતા. માતાએ બાળકોને ઉછેરવા માટે ખુબ જ સંઘર્ષ કર્યો અને તે સંઘર્ષની વાત કરતા પીએમ રડી પહ્યા હતા.

EXCLUSIVE: હીરાબાને આ તકલીફ થતા U.N Mehta હોસ્પિટલમાં દાખલ કરાયા

પોતાના માતાના સંઘર્ષના દિવસો યાદ કરીને ભાવુક થયા હતા PM
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, તેમના પિતા આ દુનિયામાં રહ્યા નથી. અમને ઉછેરવા માટે માતાએ ખુબ જ સંઘર્ષ કર્યો છે. તેઓ આસપાસના ઘરમાં વાસણ ઘસવા અને ઝાડુ પોતા કરવા માટે પણ જતા હતા. જેથી પોતાના બાળકોનો સારો ઉછેર કરી શકે. બાળકો જીવનમાં આગળ વધી શકે. પીએમ મોદીએ આ ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, આ માત્ર મારો કે મારી માતાનો નહી પરંતુ દેશની લાખો માતાઓનો સંઘર્ષ છે. દેશમાં આવા અનેક પરિવારો છે જેનું ઉત્થાન કરવાના મિશન સાથે હું આગળ વધી રહ્યો છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT