રેતી જેવા રોડની કામગીરી જોઇ MLA મહેશ કસવાલા સફાળા જાગ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાવરકુંડલા : શહેરના પીપાવાવ અંબાજી નેશનલ હાઈવેના બનતા બાયપાસ રોડમાં ચાલતા અંધાધુંધ ભ્રષ્ટાચારનો વીડિયો વાયરલ થયા બાદ MLA અચાનક હરકતમાં આવ્યા હતા. સાવરકુંડલાના બાયપાસ રોડનો મામલો ગરમાતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાંથી તેમને એન્જિનિયરને મોબાઈલ ફોન પર ખખડાવી નાખ્યા હતા. એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચાર કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

સાવરકુંડલાના ધારાસભ્ય બાયપાસ રોડની કામગીરીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. વાયરલ થયેલા વીડિયો સોશિયલ મીડિયામાં સરકારની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. સિમેન્ટના બાંધકામમાં રોડની સાઈડની દિવાલ અને નાળાઓના બનાવેલી દીવાલનો હાથની આંગળીઓથી સિમેન્ટના પોપડે પોપડા ખરી જતા હોય એવા વીડિયોને કારણે સરકાર અને કામ સામે સવાલો ઉઠી રહ્યા છે. તત્કાલ દિવાલોને નષ્ટ કરી ગુણવત્તા સભર દિવાલો બને તેવી માંગ કરતા તંત્ર દ્વારા તાકીદે આવી દિવાલોને તોડી પડાઈ હતી.

ધારાસભ્ય મહેશ કસવાલાએ હલ્કી ગુણવત્તાવાળી કામગીરી કરવાના દોષમાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર બંન્નેને જેલ ભેગા કરી દેવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. સાવરકુંડલામાં નવનિર્મીત પુલ અન રેલવે ફાટકમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યુ હતું. જેમાં તેને અડતાની સાથે જ સિમેન્ટ ઉખડી જતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. મહેશ કસવાલાએ ભ્રષ્ટ અધિકારીઓને તથા કોન્ટ્રાક્ટરને જેલભેગા કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT