નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવે તે પહેલાની તૈયારીઓ કરતા પોલીસ જવાનો જુમી ઉઠ્યાઃ જુઓ Video

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન્ડની અંદર દિવાળી પર્વ દરમિયાન સંખ્યામાં દેશભરમાંથી આવેલા પોલીસ કર્મીઓએ ગરબા કરીને દિવાળીની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે, જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહિલા તેમજ પોલીસ પોલીસકર્મીઓ દેશભરમાંથી આવેલા છે અને તેઓએ પરેડના રિહર્સલ બાદ દિવાળી પર્વની ઉજવણી ગરબા કરી કરતા  હોય તેનો વીડિયો વાયરલ થતાં જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી માટે આવ્યા જવાનો
ઉલ્લેખનીય 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના તૈયારી રૂપે કેવડિયા ખાતે દેશભરમાંથી અલગ-અલગ રાજ્યો અને ફોર્સમાંથી  પોલીસકર્મીઓ આવેલા છે. રાષ્ટ્રીય એકતા દિવસે અહીં એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેનાર છે ત્યારે હાલમાં એકતા પરેડ કરવા આવેલા પોલીસ કર્મીઓ  રોજના રિહર્સલ, પ્રેક્ટિસ કરી રહ્યા છે. દિવાળી દરમિયાન તેઓ પોતાના ગામ શહેર અને રાજ્યમાંથી કેવડીયા આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ એકતા પરેડના  રિહર્સલ બાદ તેઓએ દિવાળી પર્વ નિમિત્તે ગુજરાતમાં આવ્યા હોવાથી તેઓએ ગરબા કરીને  દિવાળીની ઉજવણી કરી હતી.


વડાપ્રધાનને આવકારવા થઈ રહી છે તૈયારીઓ
જેમાં મહિલા પોલીસકર્મી તેમજ પુરુષ પોલીસકર્મીઓ પણ જોડાયા હતા અને આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત વર્ષે ઈટાલીના પ્રવાસે હોવાના કારણે રાષ્ટ્રીય એકતા દિવસે તેઓ આવ્યા ન હતા અને ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે કેવડિયા આવશે અને કેવડિયા તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે સાથે સાથે તેઓ એકતા પરેડ પણ નિહાળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમ દરમિયાન તેઓ કેવડિયામાં જે નવનિર્મિત પ્રોજકટ્સનું પણ લોકાર્પણ કરે તેવું જાણવા મળ્યું છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા)

    follow whatsapp

    ADVERTISEMENT