સ્વાદ-સુગંધથી ભરપૂર કેસર કેરીનો જન્મ દિવસઃ જાણો તેનો ઈતિહાસ અને જુઓ કેરીઓની અલગ અલગ જાત- Video
ભાર્ગવી જોશી.જુનાગઢઃ જૂનાગઢમાં આજે કેસર કેરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1934માં જૂનાગઢના નવાબે કેસર જેવી સુગંધ અને રંગ આપતી આ ખાસ કેરીનું નામ “કેસર…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી.જુનાગઢઃ જૂનાગઢમાં આજે કેસર કેરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1934માં જૂનાગઢના નવાબે કેસર જેવી સુગંધ અને રંગ આપતી આ ખાસ કેરીનું નામ “કેસર કેરી” રાખ્યું, જે આજે જૂનાગઢની ઓળખ બની ગઈ છે. આજે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિ.એ કેરીની વિવિધ જાતો અને સ્વરૂપો વિશે માહિતી આપી ફળોના રાજા કેસર કેરી કે જે તેની મીઠાશ અને કેસરી રંગને કારણે સૌથી વધુ લોકપ્રિય બની છે તેના જન્મદિવસની ઉજવણી કરી હતી.
વજીરને કેરીની આપી ભેટ અને…
કહેવાય છે કે, 1930માં જૂનાગઢના વજીર સલામ ભાઈએ માંગરોળના વજીર જહાંગીરને વંથલીના એક ઝાડમાં ઉગેલી કેરી ભેટમાં આપી હતી. વજીરને આ કેરીની મીઠાશ અને રંગ ગમ્યો અને બાદમાં લોકો આ વૃક્ષને સલામ ભાઈની અંબા તરીકે ઓળખવા લાગ્યા. વજીરે ઘણા વૃક્ષો વાવ્યા અને જૂનાગઢના નવાબને સમાચાર મળ્યા કે ખાસ આંબા તેના ખાસ રંગ અને સ્વાદથી ઓળખાય છે. નવાબે તરત જ કેરીઓ મગાવી અને બધા દરબારીઓને તેનો સ્વાદ ચાખવા કહ્યું.
‘ગુજરાતના પાગલો તમે કેમ છો?’- બાગેશ્વર બાબાએ ગુજરાતીમાં પુછી ખબર, કહ્યું- ‘જ્યાં જુઓ ત્યાં પાગલો જ પાગલો’
દરબારીઓએ તેનો સ્વાદ ચાખ્યો અને કહ્યું “આફરીન આફરીન” તે સીઝર જેવી સુગંધ છે અને રંગ પણ કેસરી છે. નવાબે તેનું નામ “કેસર કેરી” રાખ્યું અને આખા જૂનાગઢમાં કેસર કેરીના વૃક્ષો વાવ્યા. કેસર કેરીના વૃક્ષો માટે ખાસ બગીચા બનાવવામાં આવ્યા હતા અને વાડીઓ પણ બનાવવામાં આવી હતી. જેના કારણે ઉત્પાદનમાં વધારો થયો હતો. આજે તાલાલાની કેસર કેરીની પોતાની એક ઓળખ બની ગઈ છે. કેસર કેરીનું વેચાણ પણ વધ્યું છે. આજે તે દેશ-વિદેશમાં ખૂબ જ ભાવથી ખાવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT