હું ગલી-ગલીમાં ફરું છું, તમે ભુપેન્દ્રભાઈને જોયા રસ્તા પર?- કેજરીવાલના ભાજપ પર ગંભીર આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી માંડીને ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સતત પ્રચારોમાં લાગ્યા છે. ત્યારે અમરેલીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો હતો. દરમિાયન તેમણે લોકોને મોંઘવારીથી છૂટકારો આપવાનો વાયદો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો તે પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ ઝીરો આવશે. ઉપરાંત તેમણે યુવાનોને રોજગારમાં પડતી સમસ્યાઓ અંગે વાત કરી હતી અને તંત્ર પર ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે પેપર ફૂટતા નથી, વેચાય છે. તેમના મોટા મોટા નેતાઓ ફોડે છે પેપર.

રોજગારી આપતા આવડે છેઃ કેજરીવાલ
તેમણે કહ્યું કે, તેયારીઓ કરીને પરીક્ષા આપવા જાય છે યુવાનો અને પેપર ફૂટી જાય છે. પેપર ફૂટતા નથી, પેપર વેચવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલી વખત ફૂટ્યા પેપર? 12 વખત ફૂટ્યા. કોઈ જેલ ગયું? કોણ ફોડે છે પેપર તેમના નેતાઓ ફોડે છે પેપર, મોટા મોટા મંત્રી ફોડે છે પેપર, એમ કાંઈ જાતે જ થોડું પેપર ફૂટે છે. તેમના મોટા મોટા નેતા વેચે છે પેપર, અમારી સરકાર બનશે તો છેલ્લા 7 વર્ષમાં કેટલા પેપર ફૂટ્યા તે કેસ ખોલીશું અને બધા સંડોવાયેલા નેતાઓને જેલમાં મોકલીશું. દસ દસ વર્ષની જેલમાં મોકલીશું તેમને. દિલ્હીમાં એક પણ ફૂટ્યું નથી, પંજાબમાં એક પણ પેપર ન ફુટ્યું કારણ કે અમે ઈમાનદાર છીએ, અમારી સરકાર ઈમાનદાર છે. અમે પેપર વેચતા નથી, યુવાનોના ભાવી સાથે નથી રમત કરતા. અમે એક પણ પેપર ફૂટવા નહીં દઈએ. બેરોજગારોને રોજગાર આપવાની જરુર છે, મને રોજગાર આપતા આવડે છે. મારી નિયત સાફ છે. થોડો ટાઈમ લાગશે પરંતુ ગુજરાતમાં નોકરી આપીશું. જ્યાં સુધી તેમને નોકરી નહીં આપું ત્યાં સુધી યુવાનોને 3 હજાર મહિને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. હું ભણેલો છું મને સ્કૂલ અને હોસ્પિટલ બનાવતા આવડે છે. દિલ્હીમાં ગરીબો અને અમીરોના બાળકો સાથે બેસે છે. ગુજરાતમાં સારી શાળાઓ હું બનાવીશ. દિલ્હીમાં બધાની સારવાર મફત કરાવી દીધી. 5 રૂપિયાની ગોળી પણ મફત મળે છે અને લાખોના ઓપરેશન પણ મફત થાય છે. મને ગંદી રાજનીતિ, ગુંડાગર્દી કરતાં આવડતું નથી તેવું જોઈતું હોય તો તે લોકોને વોટ આપી દેજો. તમારે શિક્ષણ, રોજગાર, હોસ્પિટલ, પાણી જોઈતું હોય તો મારી પાસે આવજો.

ADVERTISEMENT

5 વર્ષ કામ ન કરું તો મોંઢુ બતાવવા નહીં આવું- કેજરીવાલ
કેજરીવાલ ફ્રીની રેવડી આપવાની વાતો કરે છે આ લોકો, હું ફ્રીની રેવડી લોકોમાં વેચું છું. તમે અમીરોને આપો છો. એક મંત્રીને 4 હજાર યુનિટ ફ્રી મળે છે, હું જનતાને 300 યુનિટ આપું તો મરચા લાગે છે. કહે છે નુકસાન થશે. તમને 4 હજાર યુનિટ ફ્રી મળતી હતી તો નુકસાન ન્હોતું થતું. મને નુકસાન કેવી રીતે ન થાય તે આવડે છે. કામ ન કરું તો હું મારું મોંઢુ 5 વર્ષ પછી નહીં બતાઉં. આમને 27 વર્ષ આપ્યા અમને 5 વર્ષ આપો. ભાવનગરથી આવતો હતો ત્યારે રસ્તાની જે હાલત જોઈ છે. કેટલી ખરાબ રોડ છે. હું રસ્તાઓ બનાવીશ. મારી પાસે ચૂંટણી લડવાના રૂપિયા નથી તેથી હું રસ્તા પર ફરી રહ્યો છું. ગલી ગલી જાઉં છું. તમે ભૂપેન્દ્ર પટેલને જોયા રસ્તા પર જતા? તમારે મોટો બદલાવ લાવવાનો છે. કહે છે ત્રીજી પાર્ટી ન આવી શકે. દિલ્હીમાં પણ આવું જ હતું, ભાજપ કોંગ્રેસ બે જ હતા. જનતા ઊભી રહી ગઈ અને તેમણે ત્રીજી પાર્ટીને તક આપી દીધી.

    follow whatsapp

    ADVERTISEMENT