लाइव
Vibrant Gujarat Summit Live updates : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટમાં પીએમ મોદીનું સંબોધન, 25 વર્ષમાં ભારતને વિકસીત બનાવવાનો સંકલ્પ
Vibrant Gujarat Global Summit 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ વર્ષની વાઇબ્રન્ટ સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. સમિટમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લીધો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ 10 થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગાંધીનગરમાં ‘વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની સફળતાની સમિટ’ તરીકે ઉજવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 01:32 PM • 10 Jan 2023ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે : પીએમ મોદીડિજિટલ ઈન્ડિયાએ સસ્તા ફોન અને ડેટા સાથે ક્રાંતિ કરી. ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. આજે 1,15,000 સ્ટાર્ટઅપ છે, દસ વર્ષ પહેલા 100 હતા
- 01:23 PM • 10 Jan 2023પીએમ મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, દસ વર્ષ પહેલા તે 11મા સ્થાને હતું. એવો અંદાજ છે કે આગામી થોડા વર્ષોમાં ભારત ટોચની અર્થવ્યવસ્થા બની જશે. વિશ્વએ વિશ્લેષણ કરવું જોઈએ, આ મારી ગેરંટી છે
- 01:20 PM • 10 Jan 2023પીએમ મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાદરેક વ્યક્તિ વૈશ્વિક પરિસ્થિતિઓથી વાકેફ છે, આવી સ્થિતિમાં ભારતની અર્થવ્યવસ્થા પ્રતિરોધક દેખાઈ રહી છે અને છેલ્લા દસ વર્ષમાં માળખાકીય સુધારાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. GSTએ બિનજરૂરી ટેક્સ દૂર કર્યા. FDI માટે ઘણા ક્ષેત્રો ખોલવામાં આવ્યા છે. ભારત ગ્રીન એનર્જી અને વૈકલ્પિક ઉર્જામાં આગળ વધી રહ્યું છે.
- 01:13 PM • 10 Jan 2023ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે : પીએમ મોદીઆગળ પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત-UAE વચ્ચે મહત્વના MOU થયા છે. સાથે જ ભારત-આફ્રિકા વચ્ચેના સંબંધો પણ મજબૂત થયા છે. G-20 સમિટમાં આફ્રિકન યુનિયનને સદસ્યતા છે. દેશ દરેક ક્ષેત્રમાં તેજીથી વિકાસ કરી રહ્યો છે. આ સમિટે નવા આઈડીયાને પ્લેટફોર્મ આપ્યુ છે. ગ્લૉબલ ફ્યુચર માટે ભારતે દુનિયાને રોડમેપ આપ્યો છે. વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યૂચરનો સિદ્ધાંત આવશ્યક છે. ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધ્યુ છે.
- 12:59 PM • 10 Jan 2023વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટમાં પીએમ મોદીનું સંબોધન, 25 વર્ષમાં ભારતને વિકસીત બનાવવાનો સંકલ્પવાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટમાં પીએમ મોદીએ સંબોધન કર્યુ. સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ વાઇબ્રન્ટ સમિટમાં પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો હતો. પીએમે કહ્યું કે, UAEના રાષ્ટ્રપતિનો આભાર માનુ છે જે મારા ભાઈ સમાન છે, ભારત-UAE વચ્ચે ગાઢ સંબંધ છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગ્લોબલ પ્લેટફોર્મ છે. 25 વર્ષમાં ભારતને વિકસીત બનાવવાનો સંકલ્પ છે.
- 12:43 PM • 10 Jan 2023મને ગુજરાતી હોવાનો ગર્વ છે : મુકેશ અંબાણીકાર્યક્રમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટ વિશ્વની સૌથી મૂલ્યવાન સમિટ સાબિત થઈ રહી છે. આ સમિટ છેલ્લા 20 વર્ષથી સતત આગળ વધી રહી છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે. આ નવું ગુજરાત છે. આ એક નેતૃત્વને કારણે શક્ય બન્યું છે, નરેન્દ્ર મોદી જે ભારતના સૌથી સફળ વડાપ્રધાન છે.
- 07:29 AM • 10 Jan 2024ગુજરાતમાં 1 લાખથી વધુ લોકોને નોકરીઓ આપીશું : ગૌતમ અદાણીગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અમે 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું, જે વિકસિત ગુજરાત બનાવવામાં મદદરૂપ થશે. અમે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન પાર્ક બનાવીશું અને ગુજરાતમાં 1 લાખથી વધુ નોકરીઓ પણ પ્રદાન કરીશું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT