મોરબીમાં લાખોની ગાડીમાં ફરતી ‘રાણીબા’એ પગાર માગતા દલિત યુવકને ચપ્પલ ચટાડ્યું, પટ્ટા-લાકડીથી માર માર્યો
Morbi News: મોરબીમાં દલિત કર્મચારીને પગાર માગતા મહિલા માલિક સહિત 6 લોકોએ બહેરેમીથી ઢોર માર માર્યો હોવાનો બનાવ બન્યો છે. આટલેથી પણ ન અટકીને યુવકને…
ADVERTISEMENT
Morbi News: મોરબીમાં દલિત કર્મચારીને પગાર માગતા મહિલા માલિક સહિત 6 લોકોએ બહેરેમીથી ઢોર માર માર્યો હોવાનો બનાવ બન્યો છે. આટલેથી પણ ન અટકીને યુવકને મોઢામાં ચપ્પલ ચટાવ્યું અને તેનો વીડિયો ઉતારીને અમાનવીય વ્યવહાર કર્યો હતો. જે બાદ યુવકને શરીરમાં ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની ફરિયાદના આધારે પોલીસે એટ્રેસિટીની કલમો હેઠળ રાણીબા ઉર્ફે વિભુતી પટેલ તથા અન્ય 6 જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે.
16 દિવસનો પગાર માગતા માર મળ્યો
મોરબીમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં 21 વર્ષનો યુવક 2 ઓક્ટોબર 2023ના રોજ સેલ્સમેન તરીકે 12 હજાર રૂપિયા મહિનેના પગારે નોકરીએ લાગ્યો હતો. જોકે 18 ઓક્ટોબરના રોજ રાણીબા ઉર્ફે વિભુતિ પટેલે તેને નોકરીએ ન આવવા માટે કહી દીધું. આથી યુવકે નોકરી બંધ કરી દીધી હતી. કંપનીમાં કર્મચારીઓનો 5 તારીખ પગાર થતો હોય છે, પરંતુ યુવકના ખાતામાં પૈસા ન આવતા તેણે વિભુતિ પટેલને ફોન કરીને 16 દિવસના બાકી પગારની વાત કરતા વાત ટાળી દીધી હતી. બાદમાં યુવક પોતાના ભાઈ અને મિત્ર સાથે ઓફિસે પૈસા લેવા ગયો હતો.
ADVERTISEMENT
માફી માગતો વીડિયો ઉતારી ચપ્પલ ચટાવ્યું
ત્યારે અચાનક ત્યાં કેટલાક લોકોનું ટોળું આવ્યું અને તેને ગડદા-પાટુનો માર મારવા લાગ્યું. આ બાદ તેને લિફ્ટમાં પણ 5-6 લોકોએ માર માર્યો અને ઓફિસમાં લઈ જવાયો. અહીં વિભુતિ પટેલે તેને જાતિસૂચક શબ્દો કહીને પટ્ટા તથા લાકડી વડે માર માર્યો અને ધમકી આપી કે પગાર માટે ફોન કર્યો કે આ વિસ્તારમાં દેખાયો તો પુરો કરી નાખીશ. આટલું જ નહીં યુવક પાસે માફી માગતો વીડિયો બનાવ્યો અને ચપ્પલ પણ વિભુતિ પટેલે ચટાવ્યું હતું.
ADVERTISEMENT
ઘરે ગયા બાદ યુવકના શરીરના પીડા થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક વિભુતિ પટેલ તથા અન્ય 6 જેટલા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હઠળ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
(ઈનપુટ: રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT