બગાસુ ખાતા પતાસું મળ્યું, અમદાવાદની હોટલમાં વિધર્મી યુવક-યુવતીને પકડવા ગયેલા VHPને ડ્રગ્સ મળ્યું
અમદાવાદ: રાજ્યભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હોટલમાં વિધર્મી યુવકોને પકડવા માટે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બુધવારે અમદાવાદના નહેરુનગર નજીક એક…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હોટલમાં વિધર્મી યુવકોને પકડવા માટે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બુધવારે અમદાવાદના નહેરુનગર નજીક એક હોટલમાં વિધર્મી યુવક અને યુવતી આવ્યા હોવાની બાતમી મળી હતી. જેને લઈને VHP અને બજરંગ દળના કાર્યકરો રેડ પાડવા પહોંચતા તેમને બગાસું ખાતા પતાસું મળ્યું હતું. તેમને લવ જેહાદ તો ન મળ્યો પરંતુ ડ્રગ્સનું રેકેટ ઝડપાઈ ગયું છે.
VHPના પ્રવક્તાને લવ જેહાદની બાતમી મળી હતી
વિગતો મુજબ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાને બાતમી મળી હતી કે એક વિધર્મી યુવક યુવતીને લઈને નહેરુનગર પાસેની હોટલમાં આવ્યો છે. જેને લઈને VHPના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા. જ્યાં એક યુવક અને યુવતી હતા. જેમાં યુવતી ત્યાં VHP અને બજરંગદળના કાર્યકરો સાથે દલીલ કરવા લાગી. એટલામાં યુવક ત્યાંથી ફરાર થઈ ગયો અને યુવતી પણ નીકળી ગઈ. પરંતુ યુવકનો ફોન બજરંગદળના કાર્યકરોના હાથમા આવી ગયો.
ડ્રગ્સ લેવા આવેલા યુવકોને પકડી લીધા
આ સમયે જ તે ફોનમાં કોઈનો ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ કહ્યું, અમે માલ લેવા આવ્યા છીએ. ત્યારે VHPના કાર્યકરોએ બંને યુવકોને પકડીને તેમની પૂછપરછ કરી હતી અને યુવકના ફોનથી ડ્રગ સપ્લાયરને ફોન કરાવ્યો. જેના આધારે પાલડીમાં ડ્રગ્સ આપવાનું નક્કી થયું.
ADVERTISEMENT
ટ્રેપ ગોઠવીને પેડલર પણ ઝડપી લીધો
VHP અને બજરંગદળના કાર્યકરોએ યુવકોને પાલડી લઈ જઈને ટ્રેપ ગોઠવી હતી. જ્યાં સપ્લાયર ડ્રગ્સ લઈને આવતા જ તેને ઝડપી લીધો હતો. આ બનાવની જાણ થતા એલિસબ્રિજ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. જેમાં પંચોની સાક્ષીમાં તપાસ કરતા 4 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. સમગ્ર મામલે 1 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી.
ADVERTISEMENT